Saurastrani Rasdhar Pt.1 To 5
Saurastrani Rasdhar Pt.1 To 5 by Zaverchand Meghan New edition is now combined edition. સૌરાષ્ટ્રની રસધાર ની પાચ ભાગમાં સંકલિત વાર્તાઓમાં સોરઠી જનજીવન અને જનબોલીનું પ્રતિબિંબ ઝિલાયેલું છે. સાદા અને સીધાં શૌર્ય અગર સ્નેહ અને સત્યવાદીપણાની વાતો તો સહેજે પચી જાય છે; પરતું આ તો જીવનકથાઓ છે અને જીવન એટલું સાદું નથી હોતું જીવનમાં અનેક પરસ્પરવિરોધી ભાવોના ઉછાળા આવે છે. સોરઠી ઈતિહાસનો પ્રત્યેક ચાહક આ એક એક ઘટનામાં કેવળ પોતાના પ્રતાપી ભૂતકાળને વાંચશે, અનુભવશે. સાથે સાથે દેશ દેશના વીરત્વ વચ્ચેના સમાનતાના સંદેશ ઉકેલી વિશ્વપ્રેમના ઉત્સવ માણી શકશે એ માણવાની દ્રષ્ટિ ખેીલવવામાં જ સૌરષ્ટ્રની રસધાર નાં લેખકશ્રીની સાર્થકતા છે. ભાગ - ૧ માં સૌરષ્ટ્રની કેટલીએક કવિતા કેટલીએક શૌર્યવંત વ્યક્તિઓના ઈતિહાસની સાથે આલિંગીને ઉભી છે ગોહિલકુળ, જેથવાકુળ ઝાલાકુળ અથવા ખાચર ખુમાણ વગેરે નામાંકિત કાઠી કુળોના એ બધા પુરુષો મહાન હતા તેઓની જીવન કથાઓ વિના કવિતાએ પણ કવિતા સરખી જ રસવતી છે. ભાગ - ૨ માં સૌરષ્ટ્રનાં તમામ રજવાડાંની અને ગીરસિયા રજપૂતો કાઠીઓ વગેરે શાખાઓનો ઈતિહાસ બહાર પાડી તેમનાં પાત્રોને ઉજાગર કર્યા છે. ભાગ - ૩ માં લેખકે પોતાની ઠવકી અને વ્યવહારું બુદ્ધિ વડે કાઠી કોમોના રીત રિવાજ, ખાનપાન, વસ્ત્રાભૂષણ વગેરેની સમજ પાડીને સોરઠને વધુ ઓળખાવ્યો છે. ભાગ - ૪માં માનવી માનવી વચ્ચેની ઈશ્વરદત્ત સમાનતા અને બંધુતાના સિદ્ધાંત પર બાર વીરોનું નિરભિમાની બલિદાન ચડેલું છે. તો ભાગ - ૫ માં સોરઠી જીવનના સંસ્કારની વાતો સાથે બધાના ઋણ સ્વીકારની વાત રજૂ થઈ છે. |