Chinta Nahi Pan Chintan

Chinta Nahi Pan Chintan by Haribhai kothari | Gujarati Articles book. | Buy books of Haribhai Kothari Online.ચિંતા નહિ પણ ચિંતન - લેખક : હરિભાઈ કોઠારીભણતર અને ગણતર નો સમન્વય સાધી જીવન ને મહેકાવતા સુભાષિતો. ચિંતાની ચિતા નહીં પણ ચિંતનનો ચંદનલેપ હરિભાઈ કોઠારી ઉત્તમ કક્ષાના વક્તા છે. ધર્મનો અંચળો ઓઢ્યા વિના એમને જે વાત સહજપણે સૂઝે છે, હુરે છે એ વહેતી કરે છે. એમની વાણીમાં નરી સરળતા છે. કદાચ એમના સરળ વ્યક્તિત્વનું જ એ પ્રતિબિંબ હોય. ક્યાંય દંભ નહીં. નરી નૈસર્ગિકતા, ક્યાંય આયાસ નહીં કે પ્રયાસ નહીં. કોઈ દંભ નહીં કે જ્ઞાનનું પ્રદર્શન નહીં. પોતે જે રીતે જીવનને જોયું છે, જાણ્યું છે, માયું છે, પ્રમાયું છે એની જ વાત. દેશ અને પરદેશમાં એ ઘૂમતા રહ્યા છે. અનેક માણસોને મળે છે. માણસોને વાંચે છે. પુસ્તકોને વાંચે છે અને પોતાને પણ વાંચવાનું ચુકતા નથી. |