Dalal Street Na Big Bull Rakesh Jhunjhunwala
Dalal Street Na Big Bull by Neel Barot Rakesh Jhunjhunwala | Life story of Rakesh Jhunjhunwala in Gujarati.દલાલ સ્ટ્રીટ ના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા- લેખક : નીલ બારોટરાકેશ જૂનજૂનવાલાએ કઇ રીતે પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કર્યું. રાકેશ ઝુનઝુનવાલા, ભારતના શૅરબજારના એક આદર્શ રોકાણકાર, હંમેશાં કહેતા, “બજારનું સન્માન કરો. મન અને મગજ ખુલ્લાં રાખો. ક્યારે ખરીદી કરવી તે સમજો. ક્યારે ખોટ સહન કરી લેવી તે જાણી લો.જવાબદાર બનો.” આ પુસ્તક ભારતના બિગ બુલ, રાકેશ આ નામથી જ જાણીતા હતા, તેમના જીવનચરિત્રનું વર્ણન કરે છે. આમાં રાકેશનું એક વ્યક્તિ અને એક વ્યવસાયી એમ બંને રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તેમની જીવનયાત્રાનું વર્ણન, તેમના શૅરબજારનાં રોકાણોના વિશ્લેષણ અને તેમણે આપેલાં અસંખ્ય ઇન્ટરવ્યૂ દ્વારા અદ્ભુત રીતે કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં, જે એક જીવનચરિત્ર કરતા વિશેષ છે, તેમાં મોટેભાગે જે શૅર દ્વારા તેઓ પોતાની સંપત્તિ ઊભી કરી શક્યા અને તેમણે જે ભૂલો કરી તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. શૅરબજારના આ મહાન રોકાણકારની જીવનયાત્રા દ્વારા, આ પુસ્તક રિટેલ રોકાણકારોને આંતરિક સૂઝ અને સમજ પાડે છે - લાંબા ગાળાનાં રોકાણોના ફાયદાઓ, શેરબજારમાં જ ભૂલ ન કરવી જોઈએ તે બાબતની માહિતી અને ઉધારીના સોદાઓમાં રહેલું જોખમ સહિત અન્ય બાબતો વિશે સમજણ આપે છે. Must read book if you want to make fortune in Stock Market. |