Ganit Ni Rasprad Ramato
Ganit Ni Rasprad Ramato ગણિત ની રસપ્રદ રમતો ગણિત જેવા અઘરા લાગતા વિષયને સહેલોસટ બનાવી દેતી વાતોથી ભર્યુંભર્યું આ સરસ પુસ્તક છે. આ રમતો ગણિતથી દૂર ભાગનારાને પણ ગણિતની વધુ નજીક લઈ જાય છે. આ પુસ્તક ગણિતને સરળ બનાવી દે છે. આ બાબતે જે પ્રકાશ પાડવામાં આવ્યો છે તે પ્રમાણે અહીં અનેકવિધ પ્રશ્વનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આંકડા સંબંધિત પ્રશ્વનો, ગાણિતિક સૂત્રો આધારિત પ્રશ્વનો, ક્ષેત્રફળને લગતા પ્રશ્વનો, ઘનવર્ગ વગેરે અનેક પ્રકારના રસપ્રદ પ્રશ્વનો આપવામાં આવ્યા છે.આ પુસ્તકનો ઉદ્દેશ વાચકોને મનોરંજન પૂરું પાડવાનો છે. સાથે સાથે વાચકો ગણિત પ્રત્યે રુચિ દાખવતા થાય તેવો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે.અહીં માત્ર ગણિત નથી, અહીં તો રમતાં રમતાં ગણિત શીખવાની અદ્ભુત રમતો અને જ્ઞાન સાથે ગમ્મત આપતી મજાની વાતો. |