GarbhSanskar In Gujarati
GarbhSanskar In Gujarati by Suresh Alka Prajapati. Complete Garbh Sanskar information, procedure & guidence. ગર્ભસંસ્કાર ઇન ગુજરાતી - લેખક : સુરેશ અલકા પ્રજાપતિ સુધારો બીજમાં થાય, વૃક્ષ મા નહીઆજે સૌ કોઈ ઇચ્છે તો છે કે પોતાને ત્યાં ઉત્તમ અને શ્રેષ્ઠ બાળકનો જન્મ થાય, પરંતુ એ માટે કરવું શું એ વિષેની પૂરતી માહિતી નથી હોતી. આ ઉપરાંત પ્રેગ્નન્સી વિષે જાત જાતની માહિતી સાંભળવામાં અને વાંચવામાં આવતી રહે છે પરિણામે કન્ફ્યુજ થઈ જવાય છે. આ પરિસ્થિતિમાં એવાં ઓથેંટિક સોર્સની જરૂર પડે જે પ્રકટીકલ અને સચોટ માર્ગદર્શન આપે. આ પુસ્તક એટલે જ ખાસ છે. આ પુસ્તકનાં લેખિકા ડૉ. દેવાંગી જોગલ આયુર્વેદમાં ડબલ ગોલ્ડ મેડલ સાથે M.D. થયાં છે. છેલ્લા પંદર વર્ષથી સુરતમાં શુધ્ધ આયુર્વેદ પધ્ધતિથી સારવાર કરતી હોસ્પિટલ ચલાવી રહ્યા છે, જ્યાં દેશ-વિદેશથી લોકો સારવાર માટે આવે છે. લેખક નિલેષ જોગલ કેમિકલ એંજિનિયર છે અને છેલ્લા 20 વર્ષથી ગર્ભસંસ્કાર વિષયક અભ્યાસ, સંશોધન કરી રહ્યા છે. આ ઉપરાંત આ વિષયનના પ્રચાર-પ્રસાર અર્થે વિવિધ સ્થળોએ કાર્યક્રમો તથા સેમિનારો યોજતાં રહે છે. આજે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહેલ તથા પ્રેગ્નન્ટ હોય એ દરેક દંપતીએ આ પુસ્તક ખાસ એટલે વાંચવું જોઈએ કારણ કે આમાં આપેલી માહિતી એમને ઘણી રીતે મદારરૂપ થઈ શકે છે.
આ અનેક બાબતો વિષે આ પુસ્તક સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપે છે. આજે આપણી પેઢી પાસે આ જે જ્ઞાન આવ્યું છે એ આપણાં ઋષિમુનિઓ પાસેથી, આપણાં વડવાઓના અનુભવના નિચોડરૂપે અને આજના આધુનિક મેડિકલ વિજ્ઞાનના અભ્યાસ થકી. આ ત્રણેય બાબતના સમન્વય થકી બન્યું છે આ પુસ્તક. જો આપણી પાસે ઉત્તમ તથા ઇચ્છિત સંતાન પ્રાપ્ત કરવા માટેનું આવું અદ્ભુત જ્ઞાન છે તો પછી શા માટે એનો લાભ લેવાનું ચુકીએ. પ્લાનિંગથી લઈને ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને એ બાદના ત્રણ વર્ષ સુધી પ્રેક્ટિકલ ગાઈડન્સ માટે આ પુસ્તક મદદરૂપ બને છે. |