Garbh Samvad by Dr. Hardik Nikunj Pandya Part 1 & 2
Garbh Samvad by Dr. Hardik Nikunj Pandya Part 1 & 2 | You want to have a great baby but do you have knowledge about it ?ગર્ભ સંવાદ - નિકુંજ પંડ્યા આપણે ઉત્તમ બાળક મેળવવા ઇચ્છીએ તો છીએ, પણ શું એ માટેનું આપણી પાસે પુરતું જ્ઞાન છે ખરું? એ માટે જરૂરી પરિશ્રમ કરવા આપણે તૈયાર છીએ ખરા? આ બાબત એવી નથી કે ફક્ત ઇચ્છવા કે વિચારવા માત્રથી થઇ જશે, તાપ કરવું જ પડશે, અને તો જ ઉત્તમ પરિણામ મળશે. હું એક મા છું. -મારા ગર્ભમાં એક બાળક ધીરે ધીરે વિકસી રહ્યું છે. -એ રોજ મારી સાથે વાત કરે છે. હું બોલાવું તો મને હોંકારો આપે છે, હું યાદ કરું તો મને આંખ સામે દેખાય છે. -કેટલાંક ગુન્નો મારા બાળકમાં આવે તેના માટે હું કટિબદ્ધ છું અને તેના માટે પ્રયત્નશીલ છું. -મારા બાળકના સંપૂર્ણ વિકાસ અને તેના આંતરિક સ્વાસ્થ્યની જવાબદારી હું લઉં છું. -મારી ગર્ભ સંસ્કારની ડિક્ષનરીમાં પ્રિ-મેચ્યોર ડિલિવરી જેવો કોઈ જ શબ્દ નથી. -મારું બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અને આનંદિત છે. -તેના સ્વાસ્થ્યની પહેલી ખબર સૌથી પહેલી મને જ મળશે. -જો મને અમુક જગ્યાએથી સિઝેરિયન શબ્દ સંભળાય તો હું તેના મોંને બંધ કરવા તૈયાર છું. -મને આ સમય દરમિયાન મળતી તમામ સલાહોમાંથી જે સલાહ સાચી હશે તે જ સ્વીકારીશ અને તેનું પાલન કરીશ. -જરૂર પૂરતી દવાઓનું જ સેવન કરી -મારા બાળક સાથે ટેલિપથી કેળવીશ -હું દરરોજ મને મનપસંદ અને બાળકના વિકાસ માટે જરૂરી ખોરાક તરીકે સમજીને પુસ્તકો વાંચીશ -એવી દરેક પ્રવૃત્તિઓ કરીશ કે જેનાથી મારા બાળકને ગર્ભમાં જ અનેક સંસ્કારોનું રોપણ કરી શકું. -કોઈના કંઈ પણ કહેવાથી હું જરા પણ ડરીશ નહીં. -મને મારા બાળક અને ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. -સમગ્ર નવ મહિનાની આ યાત્રાને હું ખૂબ ઈમાનદારીથી નિભાવીશ અને રાષ્ટ્રને એક તેજસ્વી બાળક અર્પણ કરીશ. હું એક પિતા છું -મારા પેટમાં ભલે ગર્ભ ન વિકસી રહ્યો હોય પણ મારા જીવમાં બાળક વિકસી રહ્યું છે એ હું અનુભવું છું. -હું તમારી બન્નેની સાથે અડીખમ ઉભો રહીશ. -તારી મમ્મીને આ સમયમાં ઇમોશનલી અને ફિઝિકલી ફૂલ સપોર્ટ આપીશ. -ગર્ભમાં જ તું દુનિયાદારીનું અને જીવનનું જ્ઞાન મેળવે એવી વાતો હું તારી સાથે કરીશ. -હું એક ઉત્તમ પિતા બનવા પુરી કોશિશ કરીશ. |