Gondal Bapu Maharaja BhagavatSinhji
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Gondal Bapu Maharaja BhagavatSinhji By Swami Sachitanandji ગોંડલ બાપુ મહારાજા ભગવતસિંહજી લેખક સ્વામી સચિદાનંદ મહારાજા વિકાસલક્ષી આયોજન કરતા હતા.વિકાસ હોઈ તો જ પ્રગતિ થાય,તો જ લોકો ને રોજીરોટી મળે અને પ્રજા સુખી થાય. આ માટે પ્રથમ તો આખું રાજ્ય શિક્ષિત બનવું જોઈએ. તેમાં સ્ત્રીશિક્ષણને સર્વોચ્ચય પ્રધાનતા આપતા રહયા એટલે ગોંડલ ની કન્યા નું મહત્વ વધી ગયું.ગોંડલ ની કન્યા ઓ ભણેલી જ હોઈ તેવી છાપ પુરા સૌરાષ્ટ્ર માં પડી ગઈ હતી . કહેવાય છે કે દેશ ને જયારે આઝાદી મળી અને ટપોટપ બધા રાજ્યો ભારત માં ભળવા માંડ્યા ત્યારે ગોંડલ ની તિજોરી માં 3૨ કરોડ રૂપિયા પડ્યા હતા.આ રૂપિયા સહિત તેમને પૂરું રાજ્ય સરદારસાહેબ ને અર્પણ કરી દીધું હતું .કોઈ એ કહીંયુ કે આ ૩૨ કરોડ તો લઇ લો ત્યારે મહારાજા આ જવાબ આપેલો કે એ મારા નથી રાજ્યના છે. અને રાજ્ય જયારે ભારત ને અર્પણ થાય છે ત્યારે તેના રૂપિયા પણ ભારત ને અર્પણ થવા જોઈએ. આવી ઉદારતા અને અનાશક્તિ ભાગયે જ જોવા મળતી હોય છે. મહારાજા નું પૂરું જીવન પ્રેરણાના ઢગલા જેવું છે. જ્યાં હાથ નાખો ત્યાં કોઈ ને કોઈ પ્રેરણાનું ઊંચું તત્વ મળી જ આવે,મેં બહુ ટૂંકું અને થોડા અંશ માં આ ચરિત્ર લખ્યું છે.કારણ કે તેની વિશાળતા આગળ હું અત્યંત અલ્પ માણસ કહેવાઉ.તેમ છતાં મેં મારા આત્મસંતોષ માટે આ લખ્યું છે. કદાચ લોકો ને ગમે અને લોકો સ્વીકારે તો તેથી હું વધુમાં વધુ ધન્ય થઈશ. ગોંડલ બાપુ મહારાજા ભગવતસિંહજી ના જીવન પર સ્વામી સચ્ચિદાનંદજી નું લખેલ પુસ્તક |