Harry Potter Ane Shapit Putra In Gujarati
Harry Potter Ane Shapit Putra In Gujarati by J. K. Rowling | Harry Potter and the cursed child in Gujarati | Harry Potter Gujarati book હેરી પોટર અને શાપિત પુત્ર - લેખક : જે. કે. રોલિંગ ભાગ ૧ ૨ સાથે હેરી પોટર બનવું એ હંમેશાં જ મુશ્કેલ હતું અને હવે જાદુ મંત્રાલયના સૌથી કામઢા કર્મચારી, એક પતિ અને શાળાએ જવાની વયના ત્રણ સંતાનોના પિતા તરીકે તો હવે આ જરાય સરળ નથી. એક ત૨ફ હેરી પોતાના ભૂતકાળ સાથે હાથોહાથનો સંઘર્ષ કરી રહ્યો છે, આ ભૂતકાળ પણ પાછો એવો છે ને કે તેને જ્યાં રહેવું જોઈએ ત્યાં સખણા રહેવાને બદલે તે વારંવાર મોઢું ફાડીને સામે આવીને ઊભો રહી જાય છે. તેનો સૌથી. નાનો દીકરો એલ્બસને પણ પોતાના પરિવારના એવા વારસા સાથે સંઘર્ષ કરવાનો છે, જે તેને ક્યારેય જોઈતો નહોતો. ભૂતકાળ અને વર્તમાન અપશુકનિયાળ રીતે એકરસ થઈ રહ્યા છે ત્યારે, પિતા અને પુત્ર બંનેને અસ્વસ્થ કરી નાખે એવું એક સત્ય સમજાય છેઃ ક્યારેક, અંધકાર અણધાર્યા સ્થળોએથી પણ આવી ચડે છે. Descripiton : જે. કે. રોલિંગ, જૉન ટિફની અને જેક થોર્નની મૂળ નવી વાર્તા પર આધારિત નાટકની સ્ક્રીપ્ટ હેરી પૉટર એન્ડ ધ કસ્ડ ચાઈલ્ડ મૂળ તો 2016ના ઉનાળા દરમિયાન લંડનના વેસ્ટ એન્ડ ખાતે ભજવાયેલા નાટકના શુભારંભ પ્રયોગ સાથે ‘સ્પેશિયલ રિહંસલ એડિશન’ તરીકે ૨જૂ કરાઈ હતી. નાટ્યરસિકો અને વિવેચકો તરફથી મળેલા અત્યંત ઉત્સાહિત કરનારા પ્રતિભાવો વચ્ચે આ નાટકનો શુભારંભ થયો હતો અને નાટકની સ્ક્રીપ્ટ પણ વૈશ્વિક સ્તરે બેસ્ટસેલર સાબિત થઈ હતી. નાટકની આ નિર્ણાયક અને અંતિમ સ્ક્રીપ્ટમાં નાટકમાંના અંતિમ સંવાદો ઉપરાંત વધારાની સામગ્રીનો સમાવેશ કરાયો છે.
|