Jagu Bhagu Ni Jodi
Jagu Bhagu Ni Jodi by Damu Sangani | Gujarati child story book. જગુ ભગુ ની જોડી - લેખક : દમું સાંગાણી બાળકમાં જે જિજ્ઞાસા વૃત્તિ પડેલી છે તે કિશોરવયમાં ખિલે છે અને કુદરતી રીતે તે આગળ વધ્યે જાય છે. તેનામાં સાહસવૃત્તિ પણ કેળવાય છે અને દુનિયાના સાધારણ વહેવારોમાં બને છે તેમ બાળક પણ પોતાની રીતે સાહસો કરતું હોય છે.ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ કેળવવામાં બાળકોને પાત્ર તરીકે લઈને ઘણું જ ઓછું લખાયું છે : બાળકો સમક્ષ, બાળકોની રીતે અને તેમના સ્વભાવને ફાવી જાય તેવા પ્રસંગો ઘટાવીને શ્રી દામુભાઈ સાંગાણીએ “જગુ-ભગુની જોડી’” તૈયાર કરી છે. તેમાં જગુ-ભગુ જીવનના સાધારણ પ્રસંગોમાં કેવો બુદ્ધિપૂર્વકનો વહેવાર કરે છે અને દરેક વહેવારમાં કુદરતી રીતે હાસ્યની છોળો ઉડાવે છે તે બાળકો અને કિશોરો માટે પ્રેરણા આપનારું બની રહે છે. “જગુ-ભગુની જોડી’’ બાળ-કિશોરને જરૂર ગમશે એટલું જ નહિ પણ તેમનામાં ગમ્મત સાથે જ્ઞાનનો વધારો કરશે. |