Janu Chhu Dharm Pan...

Janu Chhu Dharm Pan...by Ila Aarab Mehta | Gujarati novel book of Yudhisthir of Mahabharat.જાણું છું ધર્મ પણ.. - લેખક : ઇલા આરબ મહેતા.જયેષ્ઠ પાંડવ યુધિષ્ઠિરની મનોયાત્રાની કથા. દેવરાજ ઇંદ્રના રથમાં બેસી યુધિષ્ઠિર સ્વર્ગમાં પહોંચ્યા. સ્વર્ગમાં જનારા પ્રથમ મનુષ્ય. સ્વર્ગમાં નિહાળ્યું. અહીં તો કૌરવો સ્વર્ગનો આનંદ ભોગવે છે. ને મારા ભાઈઓ ? ત્યાં યમરાજે દર્શાવ્યું કે પાંડવો નરકની યાતના ભોગવી રહ્યા છે. 'હે યમરાજ ! આવો અન્યાય ? અધર્મ ?' 'ના, ધર્મરાજ, કૌરવો વીરતાપૂર્વક લડ્યા અને વીરગતિ પામ્યા. તે પુણ્યનું આ ફળ છે. તમારા ભાઈઓના સ્વભાવમાં દૂષણો હતાં ને તેનું આ ફળ છે, પણ હે ધર્મરાજ ! પુણ્ય અને પાપની અવિવિધ પૂરી થતાં તેઓ નિયત સ્થાને જશે.પરંતુ હે યુધિષ્ઠિર, તમે હવે મારાંન્તમારાં દ્વંદ્વોની પાર, શત્રુઓ અને મિત્રો અને પાપ અને પુણ્યની પાર જાઓ. તમારે હવે પાંડવો અને કૌરવોનો ભેદ નથી કરવાનો. આ સ્વર્ગગંગામાં સ્નાન કરો, નેમ: એવી નિર્મમ સ્થિતિમાં સ્થિત થાઓ, તે પછી તમે વૈકુંઠવાસ કરો. |