Japanni Shresth Baalvartao
Japanni Shresth Baalvartao By Yeshvant Mehta જાપાનની શ્રેષ્ઠ બાળવાર્તાઓ લેખક યશવંત મેહતા જાપાન દેશ લગભગ બે હજાર વરસ સુધી બહારના આક્રમણથી મુક્ત રહ્યો. આથી અહીં ખૂબ નાજુક, સુંદરતાપૂર્ણ હળવી હળવી વાર્તાઓ બની છે. માણસ અને કુદરતના પરસ્પર વ્યવહાર જેટલી સ્વાભાવિક રીતે ઇતર માણસ સાથે વ્યવહાર કરે એટલી જ સ્વાભાવિકતાથી એ દરિયા, વૃક્ષો, પશુ-પક્ષી અને માછલી સાથે વ્યવહાર કરે છે. દુનિયાભરની બાળવાર્તાઓની જેમ અહીં પણ રાક્ષસો, જાદુગરો અને ભૂતો છે, પરંતુ એ બધાં જાપાનમાં સુંવાળા લાગે છે. એટલે સુધી કે પડોશી ચીનનો ડેગન એટલે કે અગન રાક્ષસ પણ અહીં આવ્યો નથી. ટૂંકમાં સત્યમ્ શિવમ્ર અને સુંદરમૂએ જાપાનની બાળવાર્તાની ઓળખ છે. આ વાર્તાઓના સર્જક-લેખક-શ્રી યશવંત મહેતા છે. જે લગભગ છ દાયકાના બાળ સાહિત્ય સંપાદન અને લેખનનો અનુભવ ધરાવે છે. તે ઉપરાંત અસંખ્ય રાષ્ટ્રીય તેમ જ સ્થાનિક માન-સન્માન તેઓશ્રી પામ્યા છે.જાપાન દેશની અનેક બાળવાર્તાઓ હશે પણ અહીં થોડી વાતોઓ રજૂ કરવામાં આવી છે. જેનું વાંચન સર્વ વાચકોને પ્રેરણા આપશે. |