Jawahar Tunnel


Jawahar Tunnel

Rs 350.00


Product Code: 19065
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 146
Binding: Soft
ISBN: 9789395556774

Quantity

we ship worldwide including United States

Jawahar Tunnel by Agnishekhar | Gujarati book | Poem book.

જવાહર ટનલ - લેખક : અગ્નિશેખર 

આતંકવાદના પડછાયામાં કવિતાની છાયા
             
       
હિંસા અને ઘૃણાનો ઇતિહાસ હરહંમેશ લોહિયાળ રહ્યો છે. ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરની સફેદ બર્ફીલી ઘાટીઓ વચ્ચે રહેંસાતા એક સમુદાયની વ્યથા લઈને કવિ અગ્નિશેખર ‘જવાહર ટનલ’ લઈને આપણી વચ્ચે આવે છે. આ સંવેદના ઉછીની લીધેલી નથી. કવિ પોતે પણ એ જ સમુદાયનો હિસ્સો છે, જેઓ મૂળિયાં સમેત ઊખડી ચૂક્યા છે. સાડા ચાર લાખ નિર્દોષ કાશ્મીરી પંડિતોની વિસ્થાપનજન્ય કરુણતા, હતાશા, આકાંક્ષા તથા અસ્મિતાના સંઘર્ષની સ્તબ્ધ કરી મૂકનારી દમિત સંવેદનાનો મુખર અવાજ એટલે ‘જવાહર ટનલ'. પોતાનાં મૂળિયાં સહિત પુનઃ વિસ્થાપિત થવાની તીવ્રત્તમ ઝંખનાનો કરુણ સ્વર અહીં પમાય છે, આ કેવળ કાવ્યો નથી પણ માણસ હોવાની એક અંધકારમય યાત્રા અને માણસ હોવાની યંત્રણા પણ છે.
                    અહીં પોતાની માતૃભૂમિ તથા ઘર માટેનો સંઘર્ષ તો છે જ પણ તેની સમાંતરે સ્મૃતિઓને જીવિત રાખવાનો સૂક્ષ્મ સંઘર્ષ પણ છે. પોતાની ભીતર બચેલી શેષ સ્મૃતિઓ પણ ક્યાંક ભૂંસાઈ ન જાય! માનવતાની સુગંધ પ્રસરાવનારા દરેક માણસ માટે ધર્મપ્રેમ કરતાં માટી માટેનો પ્રેમ અધિક મહાન રહ્યો છે. યાદ રાખવું ઘટે કે -‘ટનલ'ના અંધકારમાં ધાર્મિક ઝનૂનથી. કટ્ટરતાનો ભોગ બનેલો, યાતના ભોગવતો કોઈપણ સમુદાય હોઈ શકે, વિસ્થાપિત થયાનું દર્દ કોઈપણ સમુદાયે અનુભવ્યું હોય... યાતનાને ન તો કોઈ ધર્મ છે કે ન કોઈ રંગ. આ સંગ્રહમાં આવનારી પેઢી માટે પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિના વારસાને બચાવવાનો સંઘર્ષ અનુભવી શકાશે. આયુધ વિનાનું યુદ્ધ ક્યાં સુધી ચાલશે એની ખબર નથી પણ મરતા સુધી પરાજયને અસ્વીકૃત કરવામાં જ કવિનો વિજય છે.


There have been no reviews