Juthi


Juthi

Rs 400.00


Product Code: 18907
Author: Ashokpuri Goswami
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 176
Binding: Soft
ISBN: 9789394502086

Quantity

we ship worldwide including United States

Juthi by Ashokpuri Goswami | Gujarati Novel book

જુઠી - લેખક : અશોકપુરી ગોસ્વામી 

અંધારા કોચી અજવાસ કરતી વંચિત નાયિકીના કથા.

          અનેક બદીઓ સાથે સદીઓથી જીવતાં લોક પૈકીનાં આ કથાનાં વંચિત નાયક-નાયિકાને સર્જકે સંજોગોના ચાકડે ચડાવી; હળવે હળવે એમના બરના ઘાટ આકાર આપી, સમયના નીંભાડે પકવી કથાન્તે પરભોમના ત્રિભેટે માતાપિતા બને છે, તેવા વાસ્તવની કથા આલેખાઈ છે આ ‘જૂઠી’માં. દોરડા પર ડગમગ ચાલતાં નટબેલડી જેવાં નાયક-નાયિકાને સર્જક સુધારાને છેડે પહોંચાડી વહાલાં લાગે તેવાં બનાવે છે.
                 આ નવલકથા ભાષા કરતાં બોલી થકી વધુ પમાય છે. મધ્ય ગુજરાતની મહીસાગરનો પ્રભાવ અને સ્વભાવ અહીં સુપેરે ઝીલાયો છે. ગુજરાતના જાહેર જીવનને સહુથી વધુ પ્રભાવિત કરનાર ગાંધીજી અને રવિશંકર મહારાજ પરોક્ષ પણ પ્રભાવક રીતે અહીં હાજર છે. એમનાં જીવનકાર્ય જોડે અનાયાસ જોડાઈ જતી નાયિકા ‘જૂઠી’ ગજબનું રૂપક બનીને ઊભરી છે. સર્જક; નાયિકાને એના સંઘર્ષમાં નથી મદદ કરતા કે નથી દખલગીરી કરતા. એ તો ‘જૂઠી’ના મહાભારતને ‘સંજય ઉવાચ ની કક્ષાના તટસ્થપણાથી આપણને કથા માત્ર કહી સંભળાવતા જ નથી, બતાવે પણ છે.આ નવલકથામાં સર્જકે ‘જન્મ સાથે નાયક-નાયિકામાં સમજણનો`જીવન જીવવાની સમજનો જન્મ ને રૂપક તરીકે વણી લીધું છે.


There have been no reviews