Kavita Radha Akshar Shyam

Kavita Radha Akshar Shyam by Dr.Anil R.Dwivedi | This book will make you feel that Krushna is between us for sure | A must read Gujarati book for Shree Krishna lover.કવિતા રાધા અક્ષર શ્યામ - લેખક : ડો. અનિલ આર. દ્વિવેદી જગતમાં પ્રેમનો પર્યાય શોધવા ક્યાંય જવાની જરૂર નથી. નિતાંત પ્રેમની અનુભૂતિ કવિતારૂપી રાધામાં જોવા મળે અને અક્ષરરૂપે શ્યામને આત્મસાત કરી શકો. કૃષ્ણ એ એવું પાત્ર છે જે પ્રેમનો પર્યાય બની રહ્યો છે, વિકલ્પ તો નથી જ. કૃષ્ણ શિવચેતનાનું સ્વરૂપ છે જ્યારે રાધા જીવચેતનાનું સ્વરૂપ છે. અપરમ ચેતનાનું પરમચેતાના સાથેનું અનુસંધાન કરવાનો માર્ગ એટલે પ્રીતિયોગ. હજુ આપણી આજુબાજુ જ કૃષ્ણ છે તેની અનુભૂતિ સાદૃશ્ય બની જાય. તે અનુભવવા માટે ‘કવિતા રાધા, અક્ષર શ્યામ...’ના દરેક પાના પર કૃષ્ણના પ્રેમની વાતો લખાઇ છે. |