Lekha Jokha
Lekha Jokha by Udayan Thakker | collection of Gujarati Poemsલેખાં જોખાં - લેખક : ઉદયન ઠક્કરસાહિત્ય નો આનંદકોશ. ભાગવતના અષ્ટમ સ્કંધમાં મત્સ્યાવતારની કથા આવે છે. કુમાલા નદીમાં જનતર્પણ કરતાં રાજા સત્યવતના હાથમાં એક માલી થવી, તેણે કર્મમાં મૂકી દીધી. માછલી રાતોરાત મોટી થતાં તેને કૂંડીમાં મૂકી. માછલીને વધતી જતી જોઈને તેને સરોવરમાં મૂકી, ત્યાંય ન સમાઈ ત્યારે સમુદ્રમાં મૂકવી પડી. ભાવકનું કર્તવ્ય છે કે તે મહાસાગરના મત્સ્યને ગ્રહણ કરવા નીકળે ત્યારે તેના હાથમાં કમંડળ ન હોય, અને કવિનું કર્તવ્ય છે કે સમદરપેટા ભાવકની આગળ ક્ષુદ્ર માછલી ધરીને તેને ભોંઠો ન પાડે. ઓગણીસમી સદીના મધ્યમાં અમેરિકન કવિ વોલ્ટ વ્હિોને અને ફ્રેંચ કવિ બોદલેરે અછાંદસ કાવ્યો રચવાની શરૂઆત કરી હતી. તેને સૈકો વીત્યા પછી પણ, અસાધારણ ઈદકૌશલ્ય દાખવનાર રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત ત્યાદિએ ગુજરાતી અછાંદસની ભોંય ભાંગવાનું કાર્ય તો ગુલામમોહમ્મદ ન અને અન્યો માટે જ રહેવા દીધું હતું.આપણે વેણીભાઈ પુરોહિતનાં કાવ્યસમાંથી ખોબો ભરીને વાર્ગવીને અન્ય ચડાવી શકીએ, પણ વાગ્યેવીની વેણી ગૂંથવાની હોય, તો કુસુમો ઓછો પડે, ઈ.સ.પૂર્વે ૨ની આસપાસ લેટિન કવિ વર્જિલ ખેતરની સંભાળ કેમ રાખવી તે રાવતું ગોર્જિક્સ' નામે લાંબું કાવ્ય રચ્યું હતું. ત્યાર પછી અન્ય કવિઓએ શેરડી કેમ ઉગાડતી, ઘેટાબકરી કેમ ઉછેરવાં વગેરે સમજાવતાં કાવ્યો રચ્યાં હતાં. ધર્મપ્રચાર, રાજ્યની પ્રશંસા, ઘેટોઉછેર, ખેતી – કેવાં કેવાં કાર્યો માટે કવિતાને જોતરવામાં આવી છે! સિતારમાંથી તારેતારને છૂટા પડી, ઉપર લૂગડાં સુકવાય, તો સિતાર ઉપયોગમાં આવી એમ કહી શકાય, પણ શું આને માટે સિતારનું સર્જન થયું છે? |