Lohina Aansu
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Lohina Aansu by Rajni Patel | Gujarati Novel book. | The story of the suffering of the abandoned father who lost his love for his children.લોહીના આંસુ - લેખક : રજની પટેલસંતાનપ્રેમનું ખુવાર થઈ જતા ત્યાગમૂર્તિ પિતાની વેદનાકથા.એક સમયે ગામમાં જેની ધાક અને હાક બોલાતી, એ હરજીમુખી પટેલ જિંદગીના અંતિમ દિવસોમાં એક-એક ટંકના મોહતાજ શા માટે બન્યા? પોતાની સંતતિને જ મોટી સંપત્તિ માનનારા હરજીમુખી, જીવનની છેલ્લી ક્ષણોમાં કવા ઝંઝાવાતનો ભોગ બનીને લોહીનાં આંસુ સારવાં મજબૂર બન્યા? છેવટે મૃત્યુ પામેલા હરજીમુખીના હાથની અધખુલ્લી હથેળીમાં રહેલો કાગળ કોનો હતો? એ કાગળમાં શું લખ્યું હતું? આવા અનેક પ્રશ્નો સર્જતી આ નવલકથા ગામડાના એક ખેડૂતના જીવનની વ્યથા-કથા તો છે જ, પણ સાથેસાથે વ્યાજના વિષચક્રમાં ફસાતી જિંદગીનો એક મૌન ચિત્કાર પણ છે.એક બેઠકે વાંચી લેવાનું આકર્ષણ જન્માવતી આ નવલકથા તમને સંવેદનભર્યા જીવનના સાક્ષી બનવાનો અવસર પૂરો પાડશે! શબ્દની એક નવી જ આબોહવા, એક નવી જ શૈલી અને એક નવી જ રજૂઆત લઈને આવતી આ નવલકથા, કોઈપણ ચીલાચાલુ નવલકથા કરતાં જુદી પડે છે. કારણ કે એ માટે તો તમારે નવલકથા જ વાંચવી પડે!. |