Mahamanav Shri Krishna


Mahamanav Shri Krishna

Rs 800.00


Product Code: 2515
Author: Nagindas Sanghvi
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2021
Number of Pages: 419
Binding: Soft
ISBN: 9788194869139

Quantity

we ship worldwide including United States

Mahamanav Shri Krishna by Nagindas Sanghvi | Gujarati book | જીવન ચરિત્ર બૂક.

મહામાનવ શ્રી કૃષ્ણ - લેખક : નગીનદાસ સંઘવી 

શ્રીકૃષ્ણનું એક માત્ર સંપૂર્ણ જીવનચરિત્ર 

જગતની અનેક ભાષાઓમાં શ્રીકૃષ્ણની જીવનકથા, લીલા, ચરિત્ર અને પરાક્રમગાથા રજૂ કરનારા સંખ્યાબંધ ગ્રંથો અનેક સદીઓથી લખાતા રહ્યા છે અને હજુ પણ લખાતા રહેશે. છેલ્લાં કેટલાક વરસોમાં ગુજરાતના અનેક સમર્થ અને ખ્યાતનામ સાહિત્યકારોએ આધુનિક સંદર્ભમાં કૃષ્ણજીવનનું નિરૂપણ કરતા ચરિત્રગ્રંથો લખવા માંડયા છે.
                  કમનસીબે આ ચરિત્રગ્રંથોમાં કૃષ્ણજીવન અંગેની પ્રાચીન પરંપરાઓની રજૂઆત કે અર્થઘટન કરવાને બદલે આ શબ્દસ્વામીઓએ પોતપોતાની કલ્પનાના ગુબ્બારા ઉડાવ્યા છે. પ્રાચીન પરંપરામાં ન હોય તેવાં કાલ્પનિક પ્રસંગો, પાત્રો અને સંવાદોનું ઉમેરણ કર્યું છે. આવા એક ચરિત્રલેખકે કાલીયદમનનો પ્રસંગ સમજાવવા માટે કૃષ્ણને મદારી બનાવી દીધા છે. આવાં ઉમેરણોનું સાહિત્યિક મૂલ્ય તો જે હોય તે ખરું, પણ આવાં નિરૂપણનાં કારણે પ્રાચીન પરંપરાઓ સ્પષ્ટ થવાને બદલે વધારે દૂષિત થઈ રહી છે.
                         આ પુસ્તકમાં વેદ-ઉપનિષદ ઉપરાંત મહાભારત, વિષ્ણુપુરાણ, હરિવંશ, શ્રીમદભાગવત સહિતના પુરાણો અને અનેક સંદર્ભગ્રંથોમાં વેરણછેરણ પથરાયેલી પરંપરાઓની કણિકાઓને એકઠી કરી શ્રીકૃષ્ણની એક ગોવાળથી જગદગુરુ સુધીની યાત્રા રજૂ કરી છે. આ પુસ્તક શ્રીકૃષ્ણના માનવસ્વરૂપની છબી ઝીલે છે.


There have been no reviews