Manav Jivan Ane Shreemad Bhagvat
Manav Jivan Ane Shreemad Bhagvat by Jignesh Dada | Real meaning of Bhagvat Katha & it's importance in human life માનવજીવન અને શ્રીમદ ભાગવત - લેખક : જીગ્નેશ દાદા (રાધે રાધે) માનવજીવન એટલે મોક્ષનું દ્વાર. કરોડો જન્મોના અંતે માનવજન્મ મળે છે. સંસારનાં તમામ સુખો, પ્રકૃતિનું અનુપમ સૌંદર્ય અને પરિવારનો પ્રેમ - આ બધું જ ઈશ્વરનું વરદાન છે. ધર્મગ્રંથોના માધ્યમથી મનુષ્યમાત્રના જીવનને સાર્થકતા મળે છે. માનવજીવનને ઉત્તમ બનાવવા માટેનું માર્ગદર્શન એટલે શ્રીમદ્ ભાગવત. ભાગવતનાં ગૂઢ રહસ્યોનું આ પુસ્તકમાં સરળતાથી વર્ણન કરવામાં આવેલ છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણ માનવસ્વરૂપે જન્મ લઈ માનવજાત માટે એક ઉત્તમ સંદેશો. આપ્યો, જેને પુસ્તકમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યો છે, ભક્તિ, શ્રદ્ધા, સમર્પણ અને સંકલ્પથી મુક્તિ, શાંતિ અને સુખ કેવી રીતે મેળવી શકાય તેના માર્ગો દર્શાવવામાં, આવ્યા છે, ઈશ્વર ખૂબ દયાવાન છે, પણ આપણે તેમની દયાને પાત્ર કઈ રીતે બનવું તે સરળતાથી સમજી શકાશે.નાનાં-નાનાં ઉદાહરણો દ્વારા વર્ણનને રસાળ બનાવાયું છે. હળવા શબ્દો અને શ્લોકોની પંક્તિઓથી લખાણ સર્વગ્રાહી બનેલું છે. ઈશ્વર અને ભક્ત વચ્ચેના સંવાદો અને પ્રસંગો મનને સ્પર્શી જાય છે. યુવાનથી લઈને વયસ્કો સુધીના કોઈપણ મનુષ્યને આકર્ષવાની શક્તિ આ પુસ્તક ધરાવે છે.વ્રત, તપ, ઉપાસના અને ઉપવાસનું ફળ આ પુસ્તક વાંચવાથી અને તેને અનુસરવાથી મળી શકે છે. ઈશ્વરના વરદાનથી સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે, પણ આ પુસ્તકના વાચનથી પરિવારને પ્રેમમય અને ઘરને જ સ્વર્ગ બનાવી શકાય. આ પુસ્તક વાંચવાથી અને વંચાવવાથી જીવન ધન્ય બનો. |