Mandodari
Mandodari by Varsha Adalja | Gujarati book | Story of Ravan's wife Mandodari.મંદોદરી - લેખક : વર્ષા અડલજા'સીતા, દ્રૌપદી અને મંદોદરી સ્ત્રીજીવનનાં કેવાં અલગઅલગ 'પાસાંને વ્યક્ત કરે છે! ત્રણેય અયોનિક, સીતા ધરતીપુત્રી, 'મંદોદરી વિષ્ણુનાં ચંદનલેપમાંથી ઉત્પન્ન થયેલી, દ્રોપદી 'અગ્નિકન્યા. પ્રતાપી પતિઓની પત્નીઓ છતાં કેવી યાતના ભોગવવી પડી ત્રણેય પૌરાણિક છતાં સર્વકાલીન. મંદોદરી રાવણની યુદ્ધમંત્રી, શતરંજની શોધક. આસુરભાર્યાના કાંટાળા સુવર્ણમુકુટથી જીવનભર કેવી પીડા ભોગવી હશે એના આરાધ્યદેવ રામ. તેની જ પત્ની તેના કુળવિનાશનું કારણ બને એ વિધિની કેવી વક્રતા મંદોદરી’ તખ્તા પર અને આકાશવાણી ૫૨ ભજવાયું અને અનેક નાટ્યસ્પર્ધાઓમાં વિજેતા બન્યું. ગુજરાત સાહિત્ય ' અકાદમી અને સાહિત્ય પરિષદના પારિતોષિકો મળ્યા અને ' “મંદોદરી’ એકોક્તિ સ્વરૂપે પણ અનેક કાર્યક્રમોમાં રજૂ થતું ૨હે છે.રિસર્ચ પ્રોજેક્ટમાં એમ.ફીલ. પેપર ૨જૂ થયાં છે. 'કુળવિનાશ પછી મંદોદરી આક્રંદ કરી ઊઠે છે. શા માટે આ. નરમેધ જેવાં ભયંકર યુદ્ધો! ક્રૂર હિંસા અને પાશવી અત્યાચારો ? હજી આજે પણ આ પ્રમ્બનો કોઈ જવાબ નથી. |