Mare Nathi Paranvu

Mare Nathi Paranvu by Damu Sangani | Hasya, Comedy, Funny Incidents book in Gujarati.મારે નથી પરણવું - લેખક : દામુ સાંગાણીલેખનમાં હાસ્યરસનાં લેખનો ખાસ વિશિષ્ટ પ્રકારના છે, કેમ કે એમાં વિષય અને વસ્તુ કરતાં રજુઆત અને ભાષા ઉપરનો કાબુ જ વધારેમાં વધારે મહત્ત્વની વસ્તુ બને છે. અન્ય પ્રકારનાં લખાણોમાં ભાષા વિષેના જ્ઞાનની હોળપ કે મયાદા ધ્યેયમાંથી જેને ઢાંકવા હોય તે ઢાંકી શકાય છે, પરંતુ હાસ્યરસના લખાણની વાત એવી છે કે લેખકના પાસે એ રજુઆતની દૃષ્ટિ નહોયને ભાષા ઉપરનો કાબુન હોયતો લેખકે બીજીબધી કોશિષ કરવી, હાસ્યરસ ઉપર લખવાની કોશિષ ના કરવી. કેટલીયે વાર તો લેખક જાતે જ જો આપણને ન કહે કે એનું પુસ્તક હાસ્યરસનું છે તો વાંચનારને છેલ્લેસુધીએનો ખ્યાલ જ નથી આવતો. “મારે નથી પરણવું એ પુસ્તક માટે એ વાત નહિ બને. પહેલે પાનેથી જ એ પુસ્તક લેખકે હસતાં હસતાં અને વાંચકોને હસાવવા માટે જ લખ્યું છે. એમ એની રજુઆત કહી આપે છે. વિષય તો આપણા સમાજનો સનાતન છતાં નિત્ય નવીન છે. ઉંમરલાયક પુત્રી માટે લાપક મૂરતિયાની શોધનો, ઉમરલાયક પુત્રીના ભાવિ ભરથાર વિષે તો માતા-પિતા, ભાઈ, સગાસંબંધી, હેતુમિત્રો વગેરેમાં જે મતભેદો પ્રવર્તે છે એ તો છેક મત હરિ કાળથી આજ સુધી સવ સમયે સર્વકાળને સર્વ સંજાગોમાં જાણીતી હકીકત છે. “મારે નથી પરણવું" એ આવા પ્રકારના મતભેદોની અવડામણને રજુ કરે છે. આપણા સમાજમાં સામાન્યતઃ ઘરઘરનો ઉકળતો ગણતો પ્રશ્ન ઘણી રમૂજ રીતે રજૂ કરવામાં ભાઈ દામ સાંગાણીસળથવાછે. |