Mazlum Musafiro by Mariz
Mazlum Musafiro by Mariz | Gujarati Gazal book written by Mariz.મઝલૂમ મુસાફિરો - લેખક : મરીઝ
શું તમારી પાસે "સમગ્ર મરીઝ" છે ? શું તમારી પાસે "પુનરાગમન મરીઝ" છે ? જો આ બંને પુસ્તકો તમારી પાસે હોય તો પણ તમારી પાસે સરીઝ સાહિત્ય સંપૂર્ણ નથી, કારણ કે તમારી પાસે આ પુસ્તક નથી. તો ચાલો આ પુસ્તક વિશે જાણીને અત્યારે જ ઓર્ડર નોંધાવો. લોકપ્રિય શાયર "મરીઝ"ના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી વાચક અજાણ હશે. તેઓએ લખેલું પુસ્તક "મઝલુમ મુસાફિરો" આજે ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યું છે. આ મરીઝ સાહેબનો એક શેર છે "સમય વીતતા વર્ષો બધી વાતો ભૂલાવે છે... કહાની કરબલાની કિંતુ આજે પણ રડાવે છે." તેમના પુત્ર મોહસીન વાસી આ પુસ્તક માટે લખે છે.......... "પવિત્ર રમઝાન મહિનામાં મારા મરહુમ પિતાશ્રી અબ્બાસ અબ્દુલ અલી વાસી" મરીઝ" લિખિત કરબલાની કથાનું ઐતિહાસિક પુસ્તક" મઝલુમ મુસાફિરો" પ્રકાશિત થઈ ચૂક્યું છે તે માટે અલ્લાહ તઆલાનો શુક્ર ગુજાર છું. આ દુર્લભ પુસ્તકમાં મઝલુમ મુસાફિરોનો બહુ ઓછા લોકોને ખબર છે તેવો ઈતિહાસ તો છે જ, ઉપરાંત આ ફિલ્મમાં ધાર્મિક મુક્તકો, નઝમો/ગઝલો, નોહા, મરશિયાઓ ઇત્યાદિ પણ છે. |