Microsoft Safalta Ni Gatha


Microsoft Safalta Ni Gatha

Rs 320.00


Product Code: 17699
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 160
Binding: Soft
ISBN: 9788194110774

Quantity

we ship worldwide including United States

Microsoft Safalta Ni Gatha by Viral Vaishnav | Success story of Bill Gates & Microsoft | Secret of great success of Microsoft's founder & his business strategies.

માઈક્રોસોફ્ટ સફળતા ની ગાથા - લેખક : વિરલ વૈષણ 

     બિઝનેસ ગાથા શ્રેણીનું પુસ્તક

આ પુસ્તક વિષે: 

               આજે જગતના સૌથી મોટા દાનવીર તરીકે ઓળખાતા બિલ ગેટ્સ કેટલા કાબા અને ચાલક હતા ? બીજા બાળકો હરતા, ફરતા, રમતા અને મોજ કરતા એ ઉમરે માઈક્રોસોફ્ટ સ્થાપક બિલ ગેટ્સ અને પોલ એલેને કેવા કારનામા કર્યા હતા ? સોફ્ટવેર તૈયાર ન હોવા છતાં કઈ રીતે બિલે તે વેચી નાખ્યો હતો ? બિલ ગેટ્સે તેના મિત્રોને કઈ રીતે દગો દીધો ? માઈક્રોસોફ્ટે કઈ રીતે હરીફોને નિર્દયતાથી કચડી નાંખ્યા? માઈક્રોસોફ્ટે કઈ રીતે આઈબીએમ અને એપલનો લાભ લીધો ? માઈક્રોસોફ્ટે કઈ રીતે બજારમાં મોનોપોલી સ્થાપી ? આખી અમેરિકન સરકાર માઈક્રોસોફ્ટનાં વિરોધમાં હોવા છતાં માઈક્રોસોફ્ટ કઈ રીતે કાનૂની દાવપેચમાંથી બહાર આવી ? આવા અનેક સવાલોના જવાબો મળશે માઈક્રોસોફ્ટની આ થ્રિલર જેવી દિલધડક કથામાં.

આ શ્રેણી વિષે :                       

                                                                   આ શ્રેણીના પુસ્તકોમાંથી વાચકોને નીચેના સવાલોના જવાબ મળશેઃ
એક મહાન કંપની કઇ રીતે બને છે? તક કઇ રીતે ઓળખવી અને ઝડપવી ? મહાન કંપની બનાવવાના તમારા સપનાં કઇ રીતે સાકાર કરવા ? કંપની નાની હોય ત્યારે સ્થાપક દ્વારા નિર્ણયો કઇ રીતે લેવાવા જોઇએ? લોભ અને લાલચ પર કાબૂ રાખી કઇ રીતે બ્રાન્ડ નિર્માણ કરવું જોઇએ? કઇ રીતે નિષ્ઠુર બની હરીફોને કચડી નાખવા જોઇએ? બિઝનેસ જમાવવા માટે કેવા કાવાદાવા થાય છે ? કાનૂની દાવપેચ કઇ રીતે કરવા અને કઇ રીતે તેનાથી બચવું ? નોકરી કરવી હોય તો કેવી કંપનીમાં કરવી ? કારકિર્દીના ઘડતર વખતે શું ધ્યાનમાં રાખવું ? આવડતની તુલનામાં અભ્યાસ અને ડિગ્રીનું કેટલું મહત્ત્વ છે ?         
                        ઘરના બેડરૂમ, ફળિયા, ગેરેજ કે રસોડાના પ્લેટફોર્મ પર, ભાડાની ઓફિસમાં કે પછી માત્ર વિઝિટિંગ કાર્ડ પર શરુ કરાયેલો વિચાર કઇ રીતે કરોડો લોકોને પ્રભાવિત કરતી કંપની બની સમૃદ્ધિનું સર્જન કરે છે તેની વાત આ શ્રેણીના પુસ્તકોમાં કરી છે. `બિઝનેસ ગાથા શ્રેણી'ના પુસ્તકોમાં ધંધાની આંટીધૂંટીની વાતો છે છતાંય તે જરાયે શુષ્ક નથી. ઉલટાના આ પુસ્તકો તો એલિયસ્ટર મેકલિન, આગાથા ક્રિસ્ટી, જેમ્સ હેડલી ચેઇઝ, ઇરવિંગ વોલેસ કે ડેન બ્રાઉન જેવા લેખકોના થ્રીલર સ્ટોરીના પુસ્તકો જેટલાં જ રસપ્રદ છે. દરેક પુસ્તક એકવાર હાથમાં લીધા પછી પૂરું કર્યા વગર ચેન ન પડે તે રીતે લખાયું છે. જેમને જાણવા-સમજવાની પ્યાસ છે, તેમના માટે મેનેજમેન્ટની માસ્ટર ડિગ્રી જે ન શીખવી શકે તેવી અનેક વાતો આ શ્રેણીમાંથી શીખવા મળશે.

How talented and driven was Bill Gates, now known as the world's greatest software tycoon? How did Microsoft founders Bill Gates and Paul Allen dome dome feat at the age of other children moving, playing, playing and having fun? How did Bill sell it even though the software wasn't ready? How did Bill Gates betray his friends? How did Microsoft brutally crush rivals? How did Microsoft take advantage of IBM and Apple? How did Microsoft put Monopoly on the market? How did Microsoft get out of the legal maneuver despite the entire American government opposing Microsoft? The answers to many such questions will be found in the entertaining storyline of Microsoft's thriller.


There have been no reviews