Mirza Galib
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Mirza Galib by Harindra Dave મિરઝા ગાલિબનો જન્મ 1797 માં આગ્રા ખાતે થયો હતો. તેમના પિતાનું નામ અબદુલ્લાબેગ હતું. એક લડાઇમાં તેમનું મૃત્યું થયું. મિરઝા તે વખતે માંડ પાંચ વર્ષના. કાકાને સહારે બાળપણ વિતવા લાગ્યું, પણ અફસોસ, ચાર વર્ષ બાદ એટેકો પણ ખુદાએ ખેંચી લીધો. વરસે દહાડે રૂ.700 જેટલું પેન્શન તેમના કુંટુંબને મળતું, જેનાથી ગુજારો ચલવવો પડતો. રગશિંયુ ગાડું ચાલ્યું જતું હતું. ત્યાં 1857 નો બળવો થયો. ઘણી મુશ્કેલી પડી. દિલ્હીમાં ઉમરાવ બેગમ સાથે તેર વરસની ઉંમરે મિરઝા ગાલિબે લગ્ન કર્યા પરંતુ લગ્નને કારણે આગ્રામાં રહેતા મિરઝા આખરે દિલ્હીમાં સ્થિર થયા. આર્થિક અડચણ મિરઝા માટે મરણતોલ લાચારી હતી. 72 વર્ષની ઉંમરે 1869માં 15 ફેબ્રુઆરીએ ગાલિબ ખુદાની પાસે પહોંચી ગયા. |