Missions of Mossad
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Missions of Mossad by Raj Goswami | Gujarati Short Stories book of Israel's intelligent agency Mosad.Missions મોસદ - લેખક : રાજ ગોસ્વામીઅશક્ય ને શક્ય બનાવતી જાંબાજ એજન્સીના કારનામાં. દાયકાઓથી, ઇઝરાયેલની વિશ્વખ્યાત સુરક્ષા સંસ્થા મોસાદની ગણના દુનિયાની સર્વશ્રેષ્ઠ ઇન્ટેલિજન્સ સર્વિસ તરીકે થાય છે. તેના 60 વર્ષના ઇતિહાસમાં, એજન્સીએ સૌથી ખતરનાક, સૌથી નિર્ણાયક, સૌથી રોમાંચક અને આંખ ઉઘાડી નાખે તેવાં સૌથી ખોફનાક મિશન પૂરાં કર્યા છે. નાઝી જલ્લાદ એડોલ્ફ આઇકમનને પકડવાના દિલધડક ઑપરેશનથી લઈને, દસ વર્ષના ગાળામાં ઈરાનના પરમાણુ વિજ્ઞાનીઓનો સફાયો કરીને તેના પરમાણુ કાર્યક્રમ ખોરંભે પાડી દેવાના મિશન સુધી, મોસાદે એવાં કારનામાં કર્યા છે, જેણે અનેક શત્રુઓથી ઘેરાયેલા ઇઝરાયેલને ટકાવી રાખ્યું છે. મોસાદ બે કારણોથી ચર્ચાસ્પદ છે. એક, પોતાના દેશના દુશ્મનો સાથે અત્યંત નિર્દયતાથી વર્તે છે. મોસાદ પહેલી એવી સંસ્થા છે જેણે ટેલિફોન હૅન્ડસેટ અને કારમાં વિસ્ફોટકો ભરવાની કળાને ‘લોકપ્રિય' બનાવી હતી. મોસાદના વડા લગભગ દરેક વિસ્ફોટનું જાતે નિરીક્ષણ કરે છે. બીજું, દુશ્મનોને ઠેકાણે પાડવાની દરેક કારવાઈને તેઓ અકસ્માતમાં ખપાવી દે છે અથવા તો કોઈ ત્રાહિત પક્ષના નામે ઉધારી દે છે. એવાં ઘણાં ઑપરેશન્સ છે જેમાં, પશ્ચિમની ગુપ્તચર એજન્સીઓ, મોસાદનો હાથ હોવાની શંકા કરવાથી, વધુ આગળ જઈ શકી નથી. મોસાદ શું છે? તે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? તે વિશ્વની કેમ શ્રેષ્ઠ ગુપ્તચર સંસ્થા છે? તે કેવાં મિશન હાથ ધરે છે? કેવી રીતે તેને અંજામ આપે છે? ઇઝરાયેલના દુશ્મનો જ નહીં, પણ અન્ય વિદેશી ગુપ્તચર સંસ્થાઓને પણ મોસાદનો ડર કેમ લાગે છે? |