Nava Bharatni Ranniti
Nava Bharatni Ranniti by S. Jaishankar | A reliable chart of India's rise in a changing world.નવા ભારતની રણનીતિ - લેખક : એસ જયશંકરપરિવર્તનશીલ વિશ્વવ્યવસ્થામા ભારતના ઉદયનો વિશ્વસનીય આલેખ. ફ્રેંચ ક્રાંતિ મારફતે સમકાલીન વિશ્વ પર ઊંડી છાપ છોડનાર ફ્રેંચ મિલીટરી અને રાજનૈતિક નેતા નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે, વિશ્વમાં માત્ર બે જ તાકાતો છે, તલવાર અને આત્મા, લાંબા ગાળે, તલવાર પર હંમેશાં આત્માનો વિજય થશે. વિશ્વમાં અત્યારે આવું જ થઈ રહ્યું છે. 2008ના આર્થિક સંકટથી શરૂ કરીને 2020ની કોરોના વાઇરસની મહામારીના સમયગાળામાં વૈશ્વિક વ્યવસ્થાનું જૂનું માળખું ખાસ્સે હચમચી ગયું છે, અને તેની જગ્યાએ નવી ગોઠવણો અને બાંધછોડ આવી રહી છે. દુનિયાના તમામ દેશોના પારસ્પરિક સંબંધોમાં નવી જરૂરિયાતો, નવી મજબૂરીઓ અને નવી આશાઓ ઉમેરાઈ છે અને એ પ્રમાણે દરેક પોતાની ચાદરોને આઘીપાછી કરી રહ્યા છે. આ આત્માઓનો સંઘર્ષ છે. ભારતની એમાં અગત્યની ભૂમિકા છે. |