Nayika Devi


Nayika Devi

Rs 650.00


Product Code: 16511
Author: Dhumketu
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 237
Binding: Soft
ISBN: 9789351622819

Quantity

we ship worldwide including United States

Nayika Devi By Dhumketu - Chaulukya Yug Navalkatha books series part 15

નાયિકા દેવી લેખક ધૂમકેતુ 

[રાજર્ષિ કુમારપાલ થી આગળ વધતી નવલકથા] 

કુમારપાળનો ભત્રીજો અજયપાલ રાજા બને છે. અહી એ સ્પષ્ટ નથી કે કુમારપાળ કેવી રીતે મૃત્યુ પામે છે, પણ એવું જણાય છે કે  અજયપાલે તેને હણ્યો હશે કારણકે કુમારપાળ જૈન ધર્મ માટે થઇને પાટણમાં ફેરફારો કરે છે જે આપણે આગળ જોયું. કુમારપાળના મૃત્યુનો બદલો લેવા તેના સેવકો અજયપાલને હણી નાખે છે. અજયપાલના બે પુત્રો, મૂળરાજ અને ભીમદેવ, વ્યાકુળ થઇ ઉઠે છે. ભીમદેવ પિતાનો બદલો લેવા કઈ પણ કરવા તૈયાર છે પણ નાયીકાદેવી તેને સમજાવે છે, રોકે છે અને પાટણની દોર પોતાના હાથમાં લે છે. તે સમયે પાટણના સામંતો અને માંડલીકો ફાયદો ઉઠાવવા તૈયાર છે, પણ નાયીકાદેવી રાજનીતિ જાણે છે માટે કોઈ ચસકી શકતા નથી. અચાનક, મુલતાનથી ગર્જનક (શાહબુદ્દીન ઘોરી) આવી રહ્યો છે એવા સમાચાર મળે છે અને ગુજરાતના ગુપ્તચરો એની ખબર કાઢવા ચાલી નીકળે છે. અજમેર જઈને તેઓ ગર્જનકની ખબર આપે છે અને એનો રસ્તો કયો છે તેની ભાળ મેળવી લે છે. પાટણનો ભીમદેવ અને અજમેરનો પૃથ્વીરાજ ગર્જ્નક સામે લડવા તૈયાર છે. નાયીકાદેવી પોતે પાટણના સૈન્યને યુદ્ધમાં દોરે છે, ગર્જ્નક સામે ભયાનક યુદ્ધ થાય છે. પૂરતી તૈયારી અને સાહસી સેનાના ભયંકર આક્રમણથી ગર્જ્નાકની સેના હારી જાય છે અને ભાગે છે. છેવટે નાયીકાદેવી વિચાર કરે છે, કે તેના પછી તેના પુત્રોની જોડે કોણ ઉભું રે'શે? કોણ પાટણની દેખભાળ કરી શકે એવું છે અને કોણ આવડું મોટું રાજ્ય સાચવીને રક્ષણ કરશે? કોણ ભારતવર્ષની આ સરહદનો પેહરેગીર બનશે અને ગુજરાત દેશનો સીમાડો સાચવશે? મૂળરાજ બીમાર છે અને ભીમદેવ જ રાજા બનશે, પણ ભીમદેવની રણઘેલી યોધ્ધાની મહત્વાકાંક્ષા પાટણને ક્યાં સુધી સાચવી શકશે એ ચિંતા એના મનમાં ઘર કરી ગઈ છે, એ રાજનીતિમાં કેવી રીતે ટકશે એ પ્રશ્ન એને સતાવે રાખે છે.

Update 2022:

ઇતિહાસ માં પ્રથમ વખત અણહિલવાડ પાટણ પર બૉલીવુડ ને પણ ટક્કર આપે એવી ફિલ્મ નાયિકદેવી ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રઈ છે, કદાચ પાટણ ના લોકોને પણ ઇતિહાસ યાદ નઈ હોય કે પાટણ માં પરાક્રમી રાની નાયિકદેવી એ મોહમદ ઘોરી ને હરાવ્યો હતો...

સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ , એમના પસી કુમારપાળ રાજગાદી પર આવ્યા , કુમારપાળ પસી એમના પુત્ર પુત્ર અજયપાળ ગાદી પર આવ્યા અજયપાળ ના લગ્ન થયા ગોવા ની રાજકુમારી નાયિકદેવી સાથે.. જ્યારે અજયપાળ ની તેમના જ અંગરક્ષક દ્વારા હત્યા કરવામાં આવી ત્યારે રાજમાતા નાયિકા દેવી એ એમના દીકરા મૂળરાજ ને માત્ર 3 વર્ષની ઉંમરે ગાદી પર બેસાડી દીધો અને રાજ્યની કમાન પોતાના હાથ માં લઇ લીધી અને એક માં ની જેમ ગુજરાતની પ્રજા ની રક્ષા કરવા લાગ્યા.. આજ સમય દરમ્યાન એક નરપિચાસ મૂલતાન થી ભારત આવેલો જેનું નામ મોહંમદ ઘોરી જે ગુજરાત સહિત પુરા ભારત પર લૂંટફાટ ચલાવતો, ક્રૂરતા એવી જાણે જીવતો રાક્ષસ.. એને સમાચાર મળ્યા કે ગુજરાતની એક રાની વિધવા છે ને રાજ ચલાવે છે એ સુંદરતા માં ચડિયાતી આ વાત સાંભળી ને મોહંમદ ઘોરી ને નાયિકા દેવી ને હાંસલ કરવાની ઘેલસા વળગી ને પોતાના 70,000/-સૈન્ય સાથે નીકળી પડ્યો પાટણ પર ચડાઈ કરવા .. પરંતુ નાયિકદેવી અને ગુજરાત ના રાજપૂતો સામે એ ટકી ન શક્યો અને યુધ્ધ અધવચ્ચે છોડીને પોતાની 500 અંગત સૈન્ય સાથે ભાગી નીકળ્યો આગળ મહંમદ ઘોરી પાછળ રાજમાતા નાયિકા દેવી ભાગતા ભાગતા નાયિકા દેવી એ તલવાર નો છૂટો ઘા કર્યો જે મોહંમદ ઘોરી ને પાછળના ભાગે(ગુદા પર) વાગી ને આગળથી બહાર નીકળી.. એવું કહેવાય છે કે ઇ.સ 1191 ના વર્ષ માં જેને પૃથ્વીરાજ ચૌહાણ નો દગા થી વધ કર્યો હતો એ મોહમદ ઘોરી ને પાટણ ની સાક્ષાત દુર્ગા સ્વરૂપી રાની નાયિકદેવી એ નપુંસક બનાવી દીધો હતો....અને એટલે જ આગલા 13 વર્ષ સુધી એને ભારત તરફ આક્રમળ કરવાનો વિચાર ન આવ્યો..

 આ છે પાટણ નો ઇતિહાસ, આ છે શૌર્ય પાટણ નું...

 

Average Customer Rating:


1 Most useful customer reviews
Mahesh trivedi
Aug 1, 2021
આ નવલ વર્ષો પહેલા વાંચેલી
અદભુત નાયિકદેવી
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)