North Pole
North Pole By Jitesh Donga નોર્થપોલ લેખક જીતેશ ડોંગા ગોપાલ પટેલ. એક સીધોસાદો, ભોળો, ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલો એન્જીનિયર યુવાન. તેને પોતાનું ગમતું કામ ખબર નથી, અને જે કામ કરે છે એ ગમતું નથી. તેની અંદર માત્ર સ્પાર્ક નથી, આગ છે આગ ! એક અતિ-સામાન્ય એન્જીનીયર યુવાન જ્યારે દુનિયા સામે જંગ છેડે ત્યારે? જ્યારે તેને દરેક વસ્તુ-વ્યક્તિ સાથે નફરત થાય ત્યારે? તે શું કરશે એ આ વાર્તા વાચીને જ ખબર પડશે. આ પુસ્તક નથી. ક્રાંતિ છે. વિચારોની અફડાતફડી વચ્ચે, જીંદગીની હાડમારી વચ્ચે, સામાન્ય જીવનના લેખાજોખામાંથી ઉભી થયેલી શાંત બળવાખોરી. એક યુવાનની આત્મખોજથી ગાથા. એક એવી વાર્તા છે જે કદાચ આપણી બધાની છે. એક એવું પાત્ર જે આપણે બધા જ છીએ. આપણા પર જ બન્યું છે, પરંતુ એ ચુપ નથી, મૂંગું નથી, અને સવાલો પૂછ્યા જ કરે છે. જવાબો મળતા રહે છે. જ્યારે અંદર કશુંક ખળભળે છે ત્યારે બહારનું બ્રહ્મ નાચ કરે છે. જ્યારે અંદરથી આગ નીકળે છે ત્યારે માણસ શું-શું કરે છે, શું કરવું જોઈએ, અને શું થાય છે એ બધું જ આ વાર્તા જીવાડે છે. આ નાનકડી વાર્તા આપણને શીખવે છે કે દુનિયાને કેવા સવાલો પૂછવા. પોતાનું ગમતું કામ ક્યારે ખબર પડે, અને કઈ રીતે ખબર પડે. કદાચ પોતાનું ગમતું કામ ખબર ન હોય તો પણ જીંદગી કેમ જીવવી? કેવો મિજાજ અને રોમાંચ હોવો જોઈએ આ નાનકડી જીંદગીને જીવવામાં? ગોપાલ પટેલની આ અદ્ભુત સફર વાચવી જ રહી. |