Pachha Farta


Pachha Farta

Rs 350.00


Product Code: 19046
Author: Varsha Adalja
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 150
Binding: soft
ISBN: 9789393795045

Quantity

we ship worldwide including United States

Pachha Farta by Varsha Adalja | Gujarati Novel | A mystery story of an unknown corner of the human mind.

પાછા ફરતા - લેખક : વર્ષા અડલજા 

માનવમનના એક અજ્ઞાત ખુણાની રહસ્યકથા. 

          પિતાના બંગલાની આ ઊંચી અને અડીખમ દીવાલોની પેલે પાર શ્યામા ચાલી ગઈ હતી, અને આજે વીસ વર્ષ પછી એ કેડી પર પોતાના ભૂંસાયેલા શૈશવનાં પગલાં શોધતી એ પાછી ફરી હતી. ક્ષણભર એ મોટા તોતિંગ દ૨વાજાની વચ્ચે ઊભી રહી. ઓહ! આટલાં વર્ષો આ ઘ૨ને જાણે સ્પાઁ વિના જ વહી ગયાં હતાં, અને છતાં કેટકેટલું બની ગયું હતું ! ઉદાસ મને શ્યામાએ એક પગલું ભર્યું અને – અને પછી શું શું બન્યું હતું અને બનવાનું હતું એ એક ઘેરું ૨હસ્ય છે.
                   રહસ્યકથાઓને આપણે ત્યાં માનભર્યું સ્થાન નથી મળ્યું; પણ રહસ્યકથા એટલે ખૂની ખંજર કે બોલતી ખોપરી માત્ર નહીં, એથી જુદું જ, કશુંક નિરાળું. ખુદ માનવમન કેવું રહસ્યમય છે! મંદિરના ગર્ભદ્વા૨ની જેમ – આછા અંધકા૨માં થોડું ભયાવહ અને અજ્ઞાત, થોડુંપ્રકાશિત અને સુંદ૨.એ રીતે જુઓ તો દરેક કથા એક રહસ્યકથા જ છે. પણ રહસ્યકથાઓની હંમેશાં પ્રચલિત અર્થમાં ગણના થતી રહે છે. ખોટો સિક્કો સાચા સિક્કાને ચલણમાંથી કાઢી મૂકે છે.


There have been no reviews