Pachii Aam Banyu
Pachii Aam Banyu by Raghavji Madhad | Gujarati short vartao | Short Stories book in Gujarati પછી આમ બન્યું - લેખક : રાઘવજી માધડ જીવનના અસલ રંગોની સ્પર્શક્ષ્મ અને કલાક્ષમ વાર્તાઓનો ચંદરવો આ જ્ઞાન-વિજ્ઞાનની સદી છે. ટૅક્નૉલૉજીનો યુગ છે. વિશ્વ નાનકડા મોબાઇલમાં સમાઈ ગયું છે. આ હાઇટેકની જનજીવન પર ભારે અસર જોવા મળે છે. દરેક ક્ષેત્રોમાં ઝડપ ને હરીફાઈ વધી. તેમાં ટકી રહેવા માણસ પ્રતિબદ્ધ થવા કરતા વધુ કટિબદ્ધ બન્યો. માણસની કાર્યશૈલી-જીવનરીતિ બદલાઈ. વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો બદલાયાં. શાશ્વત મૂલ્યો પણ ઘસાયાં ને નંદવાયાં. ભૌતિક સુખનાં સાધનો વધ્યાં. પાયાની જરૂરિયાતો સુલભ થઈ. તેના સામે નવી સમસ્યાઓ ઉદ્ભવવા લાગી. માણસ સુવિધાઓને પામવા સામે તેમાંથી ઊભી થયેલી દુવિધાઓનો સામનો કરવા સંઘર્ષમય બન્યો છે. |