Parakashtha
Parakashtha by Jyoti S Bhatt | Gujarati book about stories of love, compulsion, conflict and getting stuck in the tangle of law.પરાકાષ્ઠા - લેખક : જ્યોતિ એસ ભટ્ટપ્રેમ,મજબૂરી,સંઘર્ષ અને કાયદાની આંટીઘૂંટીમાં અટવાતી વાર્તાઓ.. ગુજરાતી વાર્તાજગતની લેખિકાઓમાં સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ સંબંધોની અનેક તરાહ તપાસવાનું વલણ બહુ ઓછું દેખાય છે. જ્યોિત ભટ્ટ નવા ક્ષેત્રમાં સાહસપૂર્વક ઝંપલાવતાં હોય તેવી વાર્તાઓ ‘પરાકાષ્ઠા’, ‘મેનોપોઝ’, ‘ફસાયો’, ‘માર્ગી’, ‘થીજેલું આકાશ’ અને ‘શ્વાસ-ઉચ્છ્વાસ’ છે. આ નવલિકાઓમાં ક્યાંક સંવાદોનો જ આધાર લેવાયો છે અને તેનાથી કથયિતવ્યને ધાર મળે છે. સંભવ છે કે લેખિકાએ માનવસંબંધોના એક અંશ રૂપે સ્ત્રી-પુરુષ સંબંધોનું વિશ્લેષણ કરવાનો જે પ્રયત્ન કર્યો છે તે વાર્તામાં અવરોધક થવાને બદલે, હવે પછીની તેમની રચનાઓમાં નવાં પરિણામ તરફ દોરી જશે. |