Prem No Paras
Prem No Paras By Suresh Sudiya પ્રેમનો પારસ લેખક સુરેશ સુડીયા આ પુસ્તક પ્રેમની પ્રદક્ષિણા કરાવે છે. આ પ્રદક્ષિણામાં સુખ , પરમ, પ્રાથના પણ સામેલ થાય છે. પ્રેમમાં પા -પા પગલી ભરનાર માટે આ પુસ્તક એક દિશાસૂચન કરે છે, તો પ્રેમની પાકટ અનુભૂતિ કરનારને તેમાં સ્મૃતિની સિતાર સંભળાશે. પ્રેમ નામનું અઢી અક્ષરનું ઉપનિષદ એવું છે કે એનો અંત અને આરભ આપણી ધારણા કરતાં પણ વધારે વિરાટ અને વિસ્તુત છે. લેખકે સંનિષ્ઠ પ્રયાસ કરીને તેને શબ્દોમાં નિરૂપવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તકનાં પ્રારમિક પાનાંઓમાં જ તેમને વિખરાયેલાં મોતી મળી જશે. ઉદા..,પ્રેમ એક દિવ્ય ઘટના છે. પ્રેન્મો દીપ જેવો પ્રજ્વલિત થાય છે કે તમસના તાર તુટવા માંડે છે. પ્રેમના કારણે પ્રેમીઓ મૃત્યુંના ભયને પણ અતિક્રમી જતાં હોઈ છે. |