Rakt Chandan
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Rakt Chandan by Manish Ahir | Gujarati thriller & suspense story novel.રક્ત ચંદન - લેખક : મનીષ આહીર રક્તચંદન પોલીસ અને ખૂંની વચ્ચે ની એક અત્યંત સસ્પેન્સ અને થ્રિલર થી ભરેલી કહાની છે. જેમાં તમને રાજકારણ ના કાવા દાવા, પોલિસ ની રાત દિવસ ની મેહનત અને કર્મ ના બદલા વિષે જાણવા મળશે, માણસ ની લાલચ તેને કેટલી હદે ક્રૂર બનાવીદે છે અને કોઇ સામાન્ય માણસ ની સહનશક્તિ જ્યારે ખૂટી જાય છે ત્યારે કે કેટલો ક્રુર બની જાય છે તે પણ તમને આ કહાની માં જાણવા મળશે તારીખ 25-09-2020 ના રોજ મારુ પહેલું પુસ્તક " રક્તચંદન" આવી રહ્યું છે. ગુજરાત ના વાચકો ને એક નવાજ વિષય સાથે મળવાની મારી ખૂબ જૂની ઈચ્છા હતી. કારણ કે આપણે વર્ષો થી પરંપરાગત અને એની આસપાસ ના એક જ સરખા વિષય ને વાંચતા આવ્યા છીએ. તે સાહિત્ય ઉત્તમ દરજ્જાનું છે પણ એક ગુજરાતી તરીકે આપણું માનસ નવા નવા સ્વાદ લેવા ટેવાયેલું છે. તો લગભગ બવ ઓછા લેખકો દ્વારા આવા સસ્પેન્સ-થ્રિલર વિષય ઉંપર લખવા માટે ના પ્રયાસો થયા છે. રોમાંચ થી ભરેલું અને પળે પળ માં કંઇક નવી વાત ઉજાગર કરતું તેમજ વાચક મૂકી ન શકે તેંવા કનેશન સાથે ની એક સ્ટોરી લઇ ને આપ જેવા સારા વાચક લોકો ને આપવા માટે નું નકી કર્યું છે. પુસ્તક ની જનેતા હોવાને નાતે મને આશા છે આપને ગમશે જ. - મનીષ આહીર
|