Ramayan Mahabharat Ane Bhagvat Chintan Ane Manan
Ramayan Mahabharat Ane Bhagvat Chintan Ane Manan by Dinkar Joshi | દિનકર જોશી નું નવું ધાર્મિક ચિંતનાત્મક પુસ્તક | રામાયણ મહાભારત અને ભાગવત ચિંતન અને મનન - લેખક : દિનકર જોશી About The Athour : Dinkar Joshi છેલ્લા છ દાયકા જેટલા સમયથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સર્જન યાત્રા કરી રહેલા શ્રી દિનકર જોષીના ૧૫૨ જેટલા ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આમાં નવલકથાઓ, ટૂંક વાતઓિ, ચિંતનાત્મક નિબંધો, પ્રસંગ ચિત્રો, સંપાદનો ઇત્યાદિ પ્રકારોનું એમણે ઊંડું ખેડાણ કર્યું છે. શ્રીકૃષ્ણ અને ગાંધીજી આ બે એમના અભ્યાસના ખાસ પાત્રો રહ્યા છે. રામાયણ, મહાભારત તથા વેદ ઉપનિષદ જેવા ગ્રંથોને એમણે આધુનિક સંદર્ભમાં આ લેખ્યો છે. જીવનકથનાત્મક નવલકથાઓનું આલેખન એ એમનું વિશિષ્ટ પ્રદાન છે. કવિ નર્મદ, ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલ, મહમદ અલી ઝીણા, રવીન્દ્રનાથ ટાગોર, તથાગત બુધ, સરદાર પટેલ અને લેવ સૅલૉયના વન ઉપર આધારિત એમની નવલકથાનોએ એક અનોખી કેડી કંડારી છે, હરિલાલ ગાંધીના જીવન ઉપર આલેખાયેલી નવલકથા પ્રકાશનો પડછાયો” ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટયાંતરો થયો અને એ પ્રેક તથા હિન્દીમાં એના ઉપર ચલચિત્રોનું પણ નિમણિ થયું, એમના સંખ્યાબંધ પુસ્તકો તથા અન્ય રચનાઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી, બંગાળી, ઓરિયા, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ તથા જર્મન એમ વિવિધ ભાષાઓમાં અનુવાદો થયો છે, એકીસાથે છ ભાષાઓમાં એમના ૧૫ પુસ્તકો પ્રકારિત કરવાની ઘટનાને લિષ્કા બુકે ઑફ રેકોર્ડસમાં ભારતીય ભાષાઓના વિક્રમ તરીકે સ્થાન મળ્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તથા સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ દ્વારા એમને પારિતોષિક પ્રદાન થયા છે, જે. જે. ટી . યુનિવર્સિટી (રાજસ્થાન) દ્વારા એમને ડી.લિટ્રની માનદ્ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે, ગુજરાતી ભાષાઓમાં એમણે સમગ્ર મહાભારતના અનુવાદનું સંપાદન કર્યું છે, જેના ૨૦ ગ્રંથોનો સંપુટ પ્રગટ થયો છે. ગુજરાતી ભાષાના સત્વશીલ મંથોને અન્ય ભાષાઓમાં પ્રકાશિત કરાવવાના ઉદ્દેશ સાથે છેલ્લા થોડા વરસોથી તેઓ ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાનના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. |