Shrimad Bhagvat Na Patro
Shrimad Bhagvat Na Patro by Bhandev | Gujarati book | Religious book Bhandev.શ્રીમદ ભાગવત ના પાત્રો - લેખક : ભાણદેવશ્રીમદ્ ભાગવતનાં કેટલાંક પાત્રો અમારા મનોરાજ્યમાં સતત રમ્યા કરે છે અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. શુકદેવ, નારદજી, પરીક્ષિતજી, કુંતી, ઉદ્ધવજી, ધ્રુવકુમાર, પ્રહ્લાદ, સુદામાજી, ભગવાન દત્તાત્રેય અને બીજાં ઘણાં. આ સર્વ અને બીજાં ઘણાં અભિવ્યક્ત થયાં છે. ભગવાન શ્રીકૃષ્ણને શ્રીમદ્ ભાગવતનું પાત્ર ન ગણી શકાય. તેઓ તો શ્રીમદ્ ભાગવતના અધિષ્ઠાતા છે. તેમના માટે તો અનેક ગ્રંથોની રચના થઈ છે. આશા રાખું છું કે આ માટે તેઓ મારા પર નારાજ નહિ થાય અને ઠપકો નહિ આપે ! અને ઠપકો આપે તોપન્ન શો વાંધો છે ? કૃષ્ણનો દંપકોય ક્યાંથી ? હું તો તેમના કૃપાપૂર્ણ ઠપકાની વાટ જોઈને જ બેઠો છું. શ્રીમદ્ ભાગવતનાં પાત્રો અને કથાઓના માધ્યમથી ‘અધ્યાત્મ’ અભિવ્યક્ત થાય છે. આ સત્યને સ્પષ્ટ કરવા માટે પ્રથમ પ્રકરણ તરીકે જ શ્રીમદ્ ભાગવતની કથાઓમાં અધ્યાત્મ’ મૂક્યું છે. |