Swastik
Swastik Gujarati book by Vicky Trivedi | A Gujarati novel from Nagmani Series સ્વસ્તિક - લેખક : વિકી ત્રિવેદી આધુનિક સમયમાં માનવ રૂપે જન્મેલી નાગિન અને ઈચ્છાધારી નાગની પ્રણય કથા. આ કહાનીનો વ્યાપ માનવ લોક અને નાગલોક એમ બે લોકને સમાવે છે. તેમાં નાયક અને નાયિકાના બે નહિ પણ ત્રણ જન્મના સમય અંતરાલો છે. આ નવલકથામાં રાજાઓનો ઈતિહાસ છે, ગુલામીની બેડીઓ છે, સત્તરમી સદીમાં લડાયેલી એક લોહિયાળ જંગ છે, ધર્મ છે, પ્રાચીન સમયમાં ધર્મના આડશે છુપાવી રાખેલ વિજ્ઞાન છે, તે વિજ્ઞાનને જાણી લેવા થતો કત્લેઆમ છે, પ્રાચીન રહસ્યો સાચવી બેઠેલા મદારીઓનો ઈતિહાસ છે, ભારતની જાદુગર કોમનો જંગ છે, ગોરા અંગ્રેજોની લાલસા છે, હિન્દ માટે શહીદ થયેલા સેકડો શુરવીરોની ગાથા છે..... આકાશી ચંદરવામાં નક્ષત્રોની એવી ગોઠવણ જે સ્વસ્તિક આકારનું મુહૂર્ત રચે છે અને તેની અસર પૃથ્વી પર હર એક વખતે એક ભયાનક યુદ્ધને આમંત્રણ આપે છે જેના સાક્ષી નાયક અને નાયિકા શ્રાપને લીધે બને છે અને સર્જાય છે નાગમણી સિરીઝની કથા - નક્ષત્ર, મુહુર્ત અને સ્વસ્તિક ત્રણ ભાગમાં વહેંચાયેલી પળે પળે ઉત્કંઠા જગાવતી એક ફેંટાસી, રોમાન્ટિક થ્રિલર અને સસ્પેન્સ નવલકથા. |