Teenage Vahal Ane Valipanun
Teenage Vahal Ane Valipanun by Dr. Latika Shah | Gujarati book | Child Development & good parenting book | ટીનએજ વહાલ અને વાલીપણું - લેખક : ડો. લતીકા શાહ તરુણાવસ્થા એ બાળકોનો માનસિક - શારીરિક - ભાવનાત્મક વિકાસનો અતિ સંવેદનશીલ તબકકો છે. બાળકમાંથી પુખ્તવયની વ્યક્તિ બનવાની પ્રક્રિયામાં તરુણાવસ્થા મહત્વનો ભાગ ભજવે છે. હોર્મોનના ફેરફારને કારણે બાળકોના સ્વભાવ, વર્તન-વ્યવહાર, લાગણી વગેરે સંબંધી ફેરફારો જોવા મળે છે. બાળકો લાગણીને યોગ્ય રીતે નિયંત્રણમાં રાખી શકતા નથી. આવેશમાં આવીને ડિસીઝન લેતા હોય છે. આ જ અરસામાં આઇડેન્ટિટી ક્રાઇસિસની માટેની પણ મથામણ હોય છે. પોતાની લાઈફ, કેરિયર, ભણતર તેમ જ સમાજમાં પોતાની ઓળખ- વિશે તરુણો મુંઝવણ અનુભવે છે. આ જ ઉંમરમાં તરુણોમાં અખતરા કરવાની વૃત્તિ કે રિસ્ક ટેકિંગ 'પણ જોવા મળે છે, જે ઘણીવાર જોખમી નીવડે છે. આવી નાજુક ઉંમરમાં માતાપિતાનો રોલ બહુ જ મહત્ત્વનો બની જાય છે. આ પુસ્તકમાં માતાપિતા બાળકોની તરુણાવસ્થામાં બાળકોને કેવી રીતે મદદરૂપ થઇ શકે છે, એની લેખકોએ વાત કરી છે.
|