Tej Tikhara
Tej Tikhara by Girima Gharekhan | A Gujarati short novel તેજ તિખારા - લેખક - ગિરિમા ઘરેખાન જેણે વોટરરાઇડની મજા લીધી છે એ સમજી શકશે કે લઘુકથા શું છે. એ ગતિ છે, રોમાંચ છે, મૃદુ સફર છે. લઘુકથા ધૂનામાં , ધુબાકો મારવા સમાન છે. એટલે કે ઊંડે સુધી જવાનું છે, સાહસ કરવાનું છે ને વળી સપાટી પર આવવાનું છે. શરૂઆતથી અંત સુધી લઇ જઇએ ત્યાં સુધીમાં એક માત્રા બની રહે જે હદયના ભાવોને ઉન્નત બનાવી દે. અહીં ચમેલી, ગુલાબ અને મધુમાલતી મહેકે છે. અમુક તેજ, તિખારા L.E.D. બલ્બ જેવી રોશની આપી રહ્યાં છે. ગિરિમાબેન ઘારેખાનની સ્વરૂપગત સભાનતા ઉડીને આંખે જરૂર વળગશે. લઘુકથાને પોષક તમામ સામગ્રીનો વિનિયોગ કરીને એમણે લઘુકથા જ આપવાનું કામ કર્યું છે તે વિવેચકને ગમશે તેમ જ ભાવકને ય ગમશે. સારા સર્જનોની હંમેશા જરૂર રહેતી હોય છે ત્યારે એમનું સર્જન કર્યું નહીં જ ઉતરે એની મને ખાતરી એટલા માટે છે કે મારે તેમની લઘુકથાઓમાંથી પસાર થવાનું બન્યું છે. |