Vartao


Vartao

Rs 1050.00


Product Code: 19130
Author: Kajal Oza-Vaidya
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 312
Binding: soft

Quantity

we ship worldwide including United States

Vartao by Kajal Oza Vaidya | Selected Gujarati stories by Kajal Oza Vaidya.

વાર્તાઓ - લેખક : કાજલ ઓઝા વૈદ્ય 

આ કથાઓનું ફોર્મેટ આમ તો 'ટૂંકી વાર્તા'નું છે, પણ કેટલીક વાર્તાઓ લાંબી છે.

                   જીવનના પ્રવાસમાં કેટલાંક વળાંકે મળી ગયેલા, થોડાં ડગલાં સાથે ચાલેલા અને પછી કોઈક વળાંકે છૂટા પડી ગયેલા અનેક પાત્રો આ વાર્તાઓમાં ચહેરા બનીને ઉપસ્યા છે. સાચું કહું તો આ વાર્તાઓ મારા જીવનની જિગ્સોના નાના નાના ટુકડા છે. આમાંના કેટલાય પાત્રો મારા જીવનમાં છે અથવા હતાં... ક્યાંક હું પોતે છું તો ક્યાંક મેં કલ્પી લીધેલા, મને ગમી ગયેલા, મારા જીવનમાં નહીં પ્રવેશી શકેલા કે પછી જબરજસ્તી ધક્કો મારીને મારા જીવનમાં પ્રવેશીને મારી દુનિયાને વીખેરીને ચાલી ગયેલા એવાં લોકો છે જેમણે મને આ વાર્તાઓ આપી છે. હું એ બધા પાત્રોની આભારી છું કારણ કે, જો એ મારી સાથે ચાલતા રહ્યા હોત તો મારા જીવનમાં બહુ ભીડ થઈ ગઈ હોત. 
                     મને એકાંત ગમે છે, મારું એકાંત મારી વાર્તાઓનો કોરો કાગળ છે. એ કાગળ પર મેં દોરેલા મારા જીવનની કેટલાંક મહત્વની કેટલીક ક્ષણો, અનુભૂતિઓ અને સંવેદનાઓ... કેટલાંક આંસુ અને કેટલાંક સ્મિત, કેટલીક મધુર તો કેટલીક કડવી ક્ષણોના આ સ્કેચિસ એટલે મારી વાર્તાઓ.કોઈકની સાથે થોડાં ડગલાં સાથે ચાલવાથી અંગત સ્મૃતિનું એક આલ્બમ તૈયાર થાય છે. આ આલ્બમ મારી વાર્તાઓનો સંગ્રહ બનીને તમારી સામે પ્રગટ થયો છે.


There have been no reviews