Vishva Manav


Vishva Manav

Rs 798.00


Product Code: 16650
Author: Jitesh Donga
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 310
Binding: Soft
ISBN: 9789385171758

Quantity

we ship worldwide including United States

Vishva Manav By Jitesh Donga

વિશ્વ માનવ લેખક જીતેશ ડોંગા 

જગતનો સૌથી લાચાર-ગરીબ-અબૂધ-અને ભૂખ્યો-તરસ્યો માણસ જોયો છે? તેની જીંદગી જીવી છે? જીવવી છે? એક ગાંડા બાળકના જીવનને જીવવું છે? આવો જીવીએ આ વાર્તા ચાર સત્ય ઘટનાઓથી પ્રેરણા લઈને રચાયેલી એક જીવનગાથા છે. પોતાનામાં એક અનોખું વિશ્વ છે. આ વાર્તા એક એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય પરંતુ તમારી આસપાસ જિવાઈ ગયું છે. તમે તેને રોજે જોઈ રહ્યા છો. સુખ-દુઃખ-પીડા-અને રોમાંચના અવનવા અંતિમો પર અવિરતપણે સફર કરતી આ મહાગાથા વાચકને આંખો આપે છે. જીવનને થોડી અલગ નજરથી જોવાનો એક લ્હાવો મળે છે. પાત્રોની જિંદગીઓને જોઇને એક શીખ-હિંમત-અને ખૂમારી મળે છે. અને સૌથી મહત્વની વાત આ વાર્તા તમને માનવ મટીને વિશ્વમાનવ બનાવે છે. 
વર્ષ ૨૦૧૫માં પ્રકાશિત થયેલી, અને ટૂંક સમયમાં જ યુવાનો અને ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય થઇ ગયેલી આ નવલકથામાં ચાર પ્રકરણ છે. દરેક પ્રકરણ અલગ-અલગ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. લેખકે પુસ્તકના અંતે વાચકોને વાર્તા કઈ રીતે રચાઈ તેની વાત કરેલી છે. વાર્તા વાચીને એ ઘટનાઓ જાણશો તો ખુબ મજા પડશે. એક જ પાત્રની આ અભૂતપૂર્વ સફર દરેકે જીવવી રહી. દરેક પ્રકરણમાં મુખ્ય પાત્રની ગહનતા, જિંદગી જીવવાની રીત, અને જગતને જોવાની નજર આપ વાચક પણ અનુભૂતિ કરી શકશો. 
આપના પ્રિયજનોને કે પરિવાર-દોસ્તોને જન્મદિવસ કે લગ્ન-પ્રસંગે ગીફ્ટ આપી શકાય તેવી આ વિશ્વમાનવની ત્રીજી આવૃત્તિ લઈને અમે આવ્યા છીએ. આશા છે કે વાર્તામાં આવતા વિચારો, પાત્રોના જીવન, વિશ્વના રંગો, અને વર્ણનો આપને પણ માનવી તરીકે એક વધુ નવી ઉંચાઈ અર્પશે. 
પુસ્તક વાચીને આપ આપનો અભિપ્રાય અમને મોકલી શકો છો.      
આશા છે કે આપને પણ ગમશે

Average Customer Rating:


1 Most useful customer reviews
Darshna Chaudhari
Feb 23, 2018
What a Novel. I have no words to share here ! Geat ! amazing ! What should I say? I am crying here.
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)