Vishwane Badali Nakhanar Vignanik Sidhdhanto

Vishwane Badali Nakhanar Vignanik Sidhdhanto By Ajay Upadhyay વિશ્વને બદલી નાખનાર વિજ્ઞાનિક સિદ્ધાંતો લેખક અજય ઉપાધ્યાય Yug Parivartak Shreni by Ajay Upadhyay ‘વિશ્વને બદલી નાખનાર 101 વૈજ્ઞાનિક સિદ્ધાંતો’નું આ પુસ્તક એક રીતે તો વિજ્ઞાનની બાયોગ્રાફી સમાન છે. આ પુસ્તકમાંથી પસાર થઇએ એટલે આજ સુધીની માનવજાતની વૈજ્ઞાનિક પ્રગતિની રૂપરેખા મળી રહે. આ પુસ્તકમાં કોઇ ચોક્કસ શોધખોળની નહીં પણ ‘સિદ્ધાંતો’ની ચર્ચા કરવામાં આવી છે, જેમ કે ગુરુત્વાકર્ષણનો સિધ્ધાંત. હકીકતે આવા સિદ્ધાંતો જ જે તે શોધખોળ માટેનો આધાર બનતા હોય છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતો સમગ્ર વિજ્ઞાનજગતનો પાયો છે. આ પુસ્તક વૈજ્ઞાનિક સિદ્ધાંતેનું છે માટે તેમાં વિજ્ઞાનની મહત્વની તમામ થીયરીની ચર્ચા કરવામાં આવી છે છતાં પુસ્તક શુષ્ક ન બને તેની કાળજી રાખવામાં આવી છે. તો પ્રસ્તુત છે, વિજ્ઞાનના વિકાસની મહાગાથા...
|