Yayati


Yayati

Rs 600.00


Product Code: 8005
Author: V S Khandekar
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2009
Number of Pages: 520
Binding: Hard
ISBN: 9788184801705

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Yayati by V S Khandekar

યયાતિ વિષ્ણુ સખારામ ખાંડેકર જ્ઞાનપીઠ અને સાહિત્ય અકાદમી પુરસ્કૃત નવલકથા માનવ મનના ઉંડા અભ્યાસી લેખકે પુરાણકથાઓના પૌરાણિક પાત્રોને આધુનિક પરિવેશમાં સામજિક સ્વરુપ આપી ફરી જીવંત કર્યા છે. માનવના લોભ, રાગ, દ્વેશ, ઇર્ષ્યા અને મોહનું સુન્દર ચિત્રણ આ કીર્તિદા નવલકથામાં કર્યું છે. ભોગવાદી સંસ્ક્રુતિનું પ્રતિનિધિત્વ કરતી આ નવલકથામાં યયાતિ - દેવયાનીની સંસાર કથા તથા શર્મિષ્ઠાની પ્રેમ કથા છે. આ પુસ્તક મરાઠી ભાષાનું ગૌરવ છે. યયાતિ કામ કથા , દેવયાની સંસારકથા, શર્મિષ્ઠાની પ્રેમ કથા, કચની ભક્તિગાથા.પૌરાણિક ઉપાખ્યાનના તાણાવાણા લઇને આ નવલકથા લેખકે સ્વતંત્રપણે વણી છે.આપણા પુરાણો સાહિત્યકારની દૃષ્ટિએ સોનાની ખાણો જેવા છે માનવીની ભાવનાઓ તેમજ વાસનઓના સંઘર્ષ ભર્યા રસાળ સાહિત્યના થાળ લોકોની નવનિર્માણ અર્થે ધર્યો છે.વ્યક્તિજીવનમાં તેમજ સમાજજીવનમાં સંયમ એ ગુણ છે. જે સમાજમાં અર્થ અને કામના સ્વચ્છંદ સંચાર પર એના નગ્ન નૃત્ય ઉપર ધર્મનું નિયંત્રણ નહીં હોય એ સમાજનું અધિઃ પતન આજ નહી તો આવતિ કાલે પણ થયા વિના રહેતું નથી. આ 'યયાતિ' કથાનો સાર. યયાતિ લાવણ્યવતી દેવયાની સાથે પરણીને સુખી થતો નથી. તે સુસ્વભાવી શર્મિષ્ઠા તરફ આકર્ષાય છે. શર્મિષ્ઠા ન મળતાં મદિરા અને મદિરાક્ષીનો ગુલામ બને છે. લેખક માનવતાવાદી હોવાથી નવલકથાનો અંત સુખદ બનાવે છે. યયાતિ શાપમુક્ત થઇ દેવયાની શર્મિષ્ઠા સાથે આયુષ્ય સુખથી ગાળે છે.માનવીની કોઇ પણ કોઇ પણ વાસના જો સદાય વાસનાની સપાટી પર જ રહે તો એનું રુપાંતર ઉન્માંદમાં થવાનો સંભવ છે. કામવાસના, કામભાવના, પ્રીતિભાવના અને ભક્તિભાવના એમ એક જ વાસનાના ક્રમે ક્રમે થતાં જતાં અધિક સૂક્ષ્મ, સુંદર ઉન્નત અને ઉદાત્ત ચાર સ્વરુપો છે.


There have been no reviews