Yog Ek Navi Disha
Yog Ek Navi Disha by Osho. | Gujarati book about Yoga and Pranayam in view of Osho. | Buy books of osho in Gujarati online.યોગ એક નવી દિશા - લેખક : ઓશોપતંજલિ યોગસુત્ર પર આધારિત પરંતુ હવે દુનિયા ખૂબ નાની બની ગઈ છે, એક વૈશ્વિક ગામડું બની ગઈ છે; દુનિયા જબરદસ્ત રીતે સંકોચાઈ ગઈ, ' છે. હવે દરેક વ્યક્તિ બધું જ જાણે છે: એક ખ્રિસ્તી માત્ર ' ખ્રિસ્તી જ નથી. તે જણે છે કે ગીતા શું કહે છે, તે જાણે છે કે કુરાન શું કહે છે. હવે મૂંઝવણ છે; કારણ કે કુરાન કંઈક કહે છે, ' ગીતા કંઈક કહે છે, બાઇબલ કંઈક બીજું કહે છે. હવે દરેક વ્યક્તિ આસપાસની દરેક વસ્તુ જાણે છે. લોકો એક દેશથી બીજા દેશમાં, એક શિક્ષકથી બીજા શિક્ષક પાસે જતા રહે છે. ' અહીં એવાં ઘણા લોકો છે, જેઓ ઘણા શિક્ષકો સાથે રહ્યા છે. હવે તેઓ એક ગૂંચવાડામાં છે. તે એક મહાન સમન્વય જરૂરી છે. ભવિષ્યમાં, ધર્મો ( અલગથી અસ્તિત્વમાં નહીં રહી શકે, ના. એ અશક્ય બની જશે. હું ફક્ત એક એવા મંદિર માટે પાયો નાખી રહ્યો છું, કે, ' જે એક ચર્ચ, એક મસ્જિદ અને એક ગુરુદ્વારા પણ હોય. હું, ' એક એવા ધાર્મિક માણસ માટે પાયો નાખી રહ્યો છું કે, જે ના ' તો ખ્રિસ્તી હશે, ન તો હિંદુ હશે, ન તો મુસ્લિમ હશે, માત્ર ' ધાર્મિક હશે. હવે મહાન સમન્વય માટે સમય પાકી ગયો છે. એવું પહેલાં ક્યારેય નહોતું. |