Agashi By Bhavin Gopani

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Agashi By Bhavin Gopani In Gujarati | Gujarati Gazal | Gujarati books online shopping for Ghazlas.કરે આટલી મહેરબાની અગાશી, રહે આજીવન બસ સ્વમાની અગાશી ત્યાં ખાલીપણાની અનિવાર્યતા છે, મળે નહીં જો એકાંત, શાની અગાશી? તમારું અગાશીની સાથેય સગપણ, તમે ફૂલ તો ફૂલદાની અગાશી જો થોડી ક્ષણો માટે સંધ્યા ખીલી તો નવી થઈ ગઈ છે પુરાની અગાશી નજર સામે આકાશ ખોલીને આપે ઘણું મોટું વર્તે છે નાની અગાશી નથી ક્યાંય મળતો તો હું ત્યાં મળું છું, મેં રાખી છે ભીતરમાં છાની અગાશી. ઘણાં પાસે છે ઘર અગાશી વગરનું ઘણાંએ તો બારીને માની અગાશી - ભાવિન ગોપાણી |