Akshrash Umashaknar
Akshrash Umashaknar by Bholabhai Patel આપણા દરેકના માનસપટ પર ઉમાશંકરની આગવી છબી હોવાની. એક વાર આપણામાંથી જેમને એમને મળવાનું થયું છે, કદી એનું વસ્મરિણ થવાનું? ઉમાશંકર મોટા સમુદાયમાં પણ જ્યારે કોઈને મળતા હોય ત્યારે પણ જેને જેને મળ્યા હોય એ સૌને જાણે આગવા મળ્યા હોય. દરેકને થાય કે જાણે એને જ મળ્યા છે. એટલે જેને મળીએ એ દરેકને પોતાના માનસપટ પર અંકાયેલી ઉમાશંકરની એ છબીની વાત કરશે. અને આ ઉમાશંકર કેટકેટલા લોકોને મળ્યા છે, ધરઆંગણેથી માંડી સાત સમુંદર તેરી નદી પાર કરી? ઉમાશંકરને કદી જેમણે જોયા નથી, એક અદૃષ્ટ છબી એમના માનસપટ પર પણ હોવાની અને તેની સાથે પણ શબ્દ મઢાયેલો હશે. શું ઉમાશંકર માત્ર કવિ છે? શબ્દોપાસક કવિ? હા, જો એક જ અભજ્ઞિાન ઉમાશંકર માટે પ્રયોજવું હોય તો તે કવિનું છે - "કવિ ઉમાશંકર' પણ, પછી આ "કવિ શબ્દનો એવો અર્થવિસ્તાર કરવો પડે કે એમાં ધણુંબધું સમાવષ્ટિ થઈ જાય. "કવિ શબ્દના પ્રાચીનતમ અર્થમાં એ કવિ છે. |