Akupar
Akupar by Dhruv Bhatt અકૂપાર... મોટાભાગની નોવેલોમાં મુખ્ય પાત્ર તરીકે માણસો હોય છે પરંતુ આ નોવેલમાં મુખ્ય પાત્ર “ગીર” છે. એવી જગ્યા કે જ્યાં જંગલનાં રાજાના ડેરાઓ અને ગર્જનાઓ સિવાય બીજું ઘણું બધું છે. પ્રકૃતિનું દરેક તત્વ, દરેક ભાગ અહીં ધબકે છે, જીવે છે. “ઈના ડુંગરા રૂપાળા અને સ્હિંણ તે સખી જણી..” – આ છે ગીર !! આ સફર છે એક અનામ ચિત્રકારની ! જે “પૃથ્વી” તત્વનાં ચિત્રો બનાવા ગીર પહોંચે છે. શરૂઆતમાં તે અસમંજસમાં હોય છે કે તે ગીર શું કામ આવ્યો છે પરંતુ ધીરે ધીરે ગીરમાં ઘૂમતાં, તેની વનરાજીઓ, કંદરાઓ ખૂંદતા તે પોતાની જાતને ખૂંદી વળે છે. ગીરનાં સાવજો, ડુંગરાં, માલધારીઓ, નેસ, સિંહ પર રીસર્ચ કરતી આફ્રિકન ડોરોથી, માછીઓ, કેમ્પમાં આવતાં બાળકો, સિંહણો સાથે ઉછરેલી, રમતી અને સિંહણોને સખી ગણી હક કરતી સાંસાઈ અને આ સૌની સાથે સોરઠી ભાષાઓની મીઠાસ..! એક એવો અનુભવ કે જે વાંચતાં જ એ અજાણી ભોમકા માટે લાગણી થઈ જાય. “ગીર એ ગીર છે, જાગીર નથી”- વાંચી મેઘાણીની ચારણકન્યા દેકારો દેતી સંભળાય! અને આ દેકારાનાં પ્રતિભાવ આપવા આ નવલકથા વાંચવી પડે. ખમ્માં ગ્યર ને !! |