Ami Spandan by Pravinchandra Dave ૧૨૫ થી વધુ કવિઓની નીવડેલી જૂની-નવી ૭૨૫ થી વધુ રચનાઓનું પ્રતિનિધિ સંકલન નવી ૨૦૧૫ ની આવૃત્તિ. કાવ્ય, પાર્થના/ભજન, બાળકાવ્ય, દેશભક્તિ-ગીત, ગરબા/રાસ, દુહા/સુભાષિત, આરતી ગાવા ગમે, વાંચવા ગમે એવા સુમધુર અને સદાબહાર ગીતોનો આ સંગ્રહ છે. એમાં ૧૨૫ કવિઓની નીવડેલી, લોકોના હૈયાંમાં, ગળામાં સચવાયેલ નવી જૂની ૭૨ પથી વધુ રચનાઓનું આમાં સંકલન છે. આ સંકલન પાછળની વાત પણ જાણવા જેવી છે. સંકલનકર્તા પ્રવિણચંદ્ર નાની ઉમરે પહેરેલ કપડે મોટાભાઈની પાછળ મુંબઈ આવ્યા, ખંતથી અને નિષ્ઠાથી છેક પરદેશની ઉચ્ચ ડીગ્રીઓ મળી કારકિર્દીની ટોચે પહોંચ્ચા. સાહિત્ય પ્રત્યે અદમ્ય લાગણી ૧૯૯૩ થી તેમણે સંસોધન આદર્યું અને ખૂણે ખાંચરે ભરાયેલા ગીતોય શોધ્યા અનેક વિટબણા પછી ૨૦૦૧માં ‘અમીસ્પંદન’ પ્રકાશિત થયું. નિજાનંદે કરેલા કામનો પડધો એવો પડ્યો કે ઉપરાઉપર આવત્તિઓ થતી ગઈ અને હજારો પ્રતો વેંચાઈ. આ સંકલનમાં પુસ્તકોમાં પૂરાયેલી અને લોકકંઠે વહેતી વાણીના સપંદનો ઝીલાયાં છે. આજે સાહિત્ય તરફ વિશેષતઃ પ્રાચીન કાવ્યો અને ગ્રામીણ પરિવેશના કાવ્યો વિસરાતા જાય છે. ત્યારે આ સંગ્રહ તેમને ૪૩૨ જીવતદાન આપશે. અહીં ગુજરાતી સાહિત્યના જાણીતા, અનામી ગીતો, બાળકાવ્યો, દેશભક્તિ, પ્રાર્થના, ભજન ગરબા રાસ, દુહા/ સુભાષિતો મુક્તક અને આરતી થાળના ગીતો સ્થાન પામ્યાં છે. વાંચવા જેવા અને ઉત્તમ ભેટની ગરજ સારે એવા ગ્રંથની નકલ પર્સનલ લાઇબ્રેરીમાં હોવી ઘટે. - Book Review by Varsha Adalja This best seller Gujarati book content Gujarati Kavya, Gujarati Prartha & Bhajan, Gujarati Baal Kavyo, Deshbhakti Geet in Gujarati, Gujarati Garba & Raas, Gujarat Duha (Doha) & Subhashit & Aarti songs in Gujarati. New 2015 edition is now available with new content. |