Avrodho Ni Aar Par
Avrodho Ni Aar Par by A.G.Krishnamurti ધીરુભાઈ અને રિલાયન્સને એટલી જબરદસ્ત સફળતા મળી છે કે મોટા ભાગના લોકો તેમની સુખ-સમૃદ્ધિ અને સંપત્તિના ચળકાટથી આગળ કશું જોઈ શકતા નથી. ધીરુભાઈને સફળતા કંઈ સહેલાઈથી પ્રાપ્ત થઈ નહોતી. સફળતા માટે તેમણે એક લાંબી અને કઠીન લડાઈ લડવી પડી હતી. તેના કારણે આપણે સૌ, ધીરુભાઈ પોતે જ કહેતા હતા તેમ 'ખુલ્લી આંખે સપના જોવાની હિંમત' કરી શકીએ છીએ. આ પુસ્તકમાં માત્ર સપનાંઓની વાતો નથી, પણ સપનાંઓને સાકાર કરવા માટે તમારે કેવી આકરી મહેનત કરવી પડે છે તેની પણ કથાઓ છે. ધીરુભાઈના માર્ગમાં અનેક અવરોધો આવ્યા હતા. જબરદસ્ત ગતિથી આગળ વધી રહેલા ધીરુભાઈને પાડી દેવાશે એવી વ્યર્થ આશાથી તેમના કેટલાક હરીફોએ ઇરાદાપૂર્વક માર્ગમાં આડશો ઊભી કરી હતી. કેટલીક તકલીફો નસીબને કારણે આવી હતી. મારા કે તમારા જેવા લોકો થોડી મુશ્કેલીઓનો મુકાબલો કરીને પછી હારીને જુદા માર્ગે જતા રહે. પરંતુ ધીરુભાઈ કદી પોતાના માર્ગમાંથી ચલિત થયા નહોતા અને જેટલા પણ અવરોધો આવ્યા તેની આરપાર નીકળી ગયા. આ મક્કમ મનોબળને કારણે આખરે તેમને સફળતાનું ફળ મળ્યું. આ કથા છે આશા અને આત્મવિશ્વાસના વિજયની,ઔજેના દ્વારા ધીરુભાઈ નીકળી ગયા, અવરોધોની આરપાર. |