Rich Dad Poor Dad (Gujarati Edition)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Gujarati Translation of International Bestseller Rich Dad Poor Dad | Buy Rich Dad Poor Dad in Gujarati. Written By Robert T Kiyosaki and Sharon L Lechte પૈસા કમાવાનો શોર્ટકટ બતાવતું પુસ્તક ‘બેસ્ટસેલર’ ન બને તો જ નવાઈ. આ પુસ્તક પણ ‘બેસ્ટસેલર’ છે. નાણાં અંગે ધનવાનો પોતાના બાળકનો અભિગમ કેવો કેળવે છે તેની ચર્ચા ઉદાહરણ સહિત આ પુસ્તકમાં થઇ છે. લેખક અને તેના મિત્ર માઈકને નવ-દસ વર્ષની ઉંમરે માઈકના પિતા જેઓ ધનવાન છે, પોતાનો અભિગમ સમજાવે છે. તે બિઝનેસમેન છે. બહુ ભણેલા નથી, પણ ગણેલા છે. સાથે જ લેખકના પિતા પ્રાધ્યાપક છે , અતિશિક્ષિત છે, પણ ધનવાન નથી તેનો પોતાનો અભિગમ બાળકોને સમજાવે છે. લેખક બંનેના અભિગમની તુલના કરી ધનવાન બનવાનો માર્ગ પસંદ કરે છે. ધનવાનો પોતાનાં બાળકોને પૈસાનું રોકાણ કરતાં શીખવે છે કે જેથી પૈસા પૈસાને ખેંચી લાવે . તમારા વતી તમે કરેલું રોકાણ આવક વધારે . મધ્યમ વર્ગ અને ધનિક વર્ગમાં આજ ફર્ક હોય છે, મધ્યમ વર્ગ વધારે ભણી , સલામત નોકરી કરી જિંદગી પસાર કરી નાખે છે. તેની મહેનતનો લાભ સરકારને કરવેરારૂપે અને તેના માલિકોને થાય છે, જયારે ધનવાનોનો અભિગમ અલગ હોય છે. લેખકે અહીં ચિત્રો દ્વારા, ચાર્ટ દ્વારા ,રિયલ એસ્ટેટ અને શેરબજારનાં ઉદાહરણો દ્વારા સમજાયું છે કે ધનવાન કઈ રીતે બની શકાય. લેખક મને છે કે ‘લોકોના આર્થિક સંઘર્ષનું મુખ્ય કારણ એ છે કે શાળામાં વર્ષો વિતાવ્યાં હોવા છતાં તેઓ નાણાં અંગે કશું જ શીખ્યા હોતા નથી . તેઓ કહે છે કે નાણાં અંગે તમારાં બાળકોને સમજણ આપવા તમે શાળાની પરંપરાગત પદ્ધતિ પર વિશ્વાસ ન રાખી શકો. તમારી આર્થિક બાબતોની જવાબદારી તમે ઉપાડી લો અથવા જિંદગીભર બીજાના હુકમો ઉઠાવો . તમે કાં તો નાણાના માલિક છો અથવા ગુલામ .જવાબદારી તમે ઉપાડી લો અથવા જિંદગીભર બીજાના હુકમો ઉઠાવો . તમે કાં તો નાણાના માલિક છો અથવા ગુલામ . લેખક ધનવાન બનવાના રહસ્યો અંગે વ્યાખ્યાનો આપે છે અને રિયલ એસ્ટેટ તેમજ નાની કંપનીઓ વિકસાવવાનો વ્યવસાય કરે છે. આ સર્જન તેમના ખુદના અનુભવ પરથી રચાયું છે, તેથી તેમાં જાતની વિશ્વનીયતા છે. વાચકને ધનવાન બનવા અને યોગ્ય રીતે વ્યવસાય કરવા પ્રેરણા આપે તેવું આ પુસ્તક છે. નાણા અંગે ધનવાનોની બાળકોને શીખ. |