Bal Vikasni Sachi Samjan
Bal Vikasni Sachi Samjan by Madhuri Desai બાળકોને શું,ક્યારે અને કેવી રીતે માર્ગદર્શન આપશો? બાળકનું મન.આ એક એવું વિશ્વ છે જ્યાં દરેક ક્ષણે વિચારો, સંવેદના, આવેગો, લાગણીઓ, હર્ષ,આંસુ આનંદ, દુઃખ, ગુસ્ર્સો, અવાજ, મૌન, નિરીક્ષણ, તોફાન, ટીખળ, અડપલું જેવી માનવસહજ ક્રિયાઓ એકસાથે ચાલ્યા જ કરતી હોય છે. અને યોગ્ય માર્ગદર્શનના અભાવે બાળક ધણીવાર આ ક્રિયાઓના ધોધમાં ખોવાઈને દિશાશૂન્ય બની જાય છે. જો બાળકને સાચા સમયે સાચું માર્ગદર્શન આપવામાં આવે તો દુનિયાના કોઈ પણ બાળક માટે" Sky is the limit......'' પરંતુ આપણે સાચા સમયે સાચા પગલાં લેવાનું ચુકી જઈએ છીએ અને પછી જીવનભર પસ્ર્તાઈએ છીએ. આ પુસ્ર્તકમાં બાળવિકાસની સાચી સમજણ અંગેની મૂલ્યવાન વાતો કરવામાં આવી છે. બાળકોને શું,ક્યારે અને કેવી રીતે માર્ગદર્શન આપીને જીવનમાં વિજેતા બનાવી શકાય તેની અનુભવસિદ્ધ વાતો અહીંથી તમને મળશે |