Bravehearts
Bravehearts By Lalit Khambhayata Based on True stories બ્રેવહાર્ટ્સ લેખક લલિત ખાંભાયતા. સદાકાળ સથવારો આપતી સત્યકથાઓ આ પુસ્તકમાં વાંચવા મળશે
Book review about this book published in Mumbai Samachar News paper:પુસ્તકોના લેખનનો ટ્રેન્ડ બદલાતો જાય છે. આ પુસ્તક તે નવી ભાતનો દાખલો પૂરો પાડે છે. ગત સમયમાં ક્રિયેટિવ રાઈટિગનો મહિમા હતો. નવલકથા ખૂબ લોકપિય સાહિત્ય પ્રકાર હતો અને ટુંકી વાર્તાઓ કાઠું કાઢી રહી હતી. પછી પ્રોરાણિક અને લોકસાહિત્યે પોતાની આગવી જગ્યા બનાવી, આધુનિક કાળમાં ધટનાલોપે થોડો વખત ચર્ચા જગાવી અને ફરી સર્જનાત્મક સાહિત્યના કથા સિવાયના બીજા સ્વરૂપો લોકપ્રિય થતા ગયા. કમ્પ્યુંટર, મોબઈલ અને ટેકનોલોજીએ આપણા જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું તેમ સર્જનમાય એક નવો પ્રકાર ઊભરી આવ્યો કમ્પ્યુટરની એક કિલકે જેમ ફૂષ્ણમુખમાં માં જશોદાએ બ્રહ્માંડ જોયું તમે અઢળક જ્ઞાન, માહિતી, ભાતભાતના પ્રસંગો, અનુભવોનો આખો ભંડાર ખુલી જાય છે. આ જાતભાતની સામગ્રીમાંથી ચુંટીને વીણીને લેખકે સાહસિક સત્યકથાનો સંપૂટ સરસ રીતે સમજાવીને મુકયો છે. દુનિયામાં ઇતિહાસ અને ભૂગોળ બદલી નાખીત્તી સાહસિક સફરોનું પગેરું શોધી, અને સાથે ચાલતા વાચકનેય એ સફર કરાવી છે. લેખકની શેલી એવી છે કે, જાણે જઓ છો, યુ આર ઘેર. સર્જનાત્મક ટ્રાવેલોગ હોય કે સાહસીક સફરની ઈ.સ. પુર્વે 49 ની દશમી જાન્યુઆરીએ એક જાબાઝ લશ્કરી જનરલ યુરોપની રૂબિકોન નદી પાર કરી રોમ પહોંચે છે. તેની વાત હોય વાંચક રોમાંચ અનુભવે છે. કેટકેટલા આવા જાનફેસાની જવાંમર્દોની કથા લઈ આવ્યા છે. લેખક, ચીલીની ખાણમાં સર્જાયેલો વિક્રમ, પ્રિઝબ્રેકનો વિશ્વનો સૌથી યાદગાર પ્રયાસ સહાસના રણની સફર 276 દિવસમાં પૃથ્વીની પરિક્રમાં કરનાર ભારતીય નોસેનિક…. આવી દિલધડક સત્યકથાઓં રસપ્રદ વાંચન તો પૂરું પાડે છે, પણ જ્ઞાન અને માહિતીની અવનવી ક્ષિતિજો વિસ્તરતી રહે છે.પુસ્તક ચિત્રોની સજાવટ આંખને ઠારે છે. |